________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનઃ ૬૭ ઉત્તર- નિમિત્તથી કે રાગથી સમ્યગ્દર્શન થાય નહિ, પર્યાય-ભેદના આશ્રયે સમ્યગ્દર્શન થાય નહિ, આ બાજુ અંદરમાં ઢળવાથી જ સમ્યગ્દર્શન થાય અને બીજી કોઈ રીતે ન થાય-એવા પ્રકારની દઢ શ્રદ્ધા-જ્ઞાન એ સમ્યગ્દર્શન થવાવાળાની યોગ્યતા છે.
–આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૭
(૨૧૨)
પ્રશ્નઃ- સમ્યગ્દર્શન માટે ખાસ પ્રકારની પાત્રતાનું લક્ષણ શું?
ઉત્તર- એને પોતાના આત્માનું હિત કરવા માટે અંદરથી ખરી ધગશ હોય, આત્માને પામવાની તાલાવેલી હોય, દરકાર હોય, ખરેખરી દરકાર હોય તે ક્યાંય અટકયા વિના પોતાનું કામ કરે જ..
-આત્મધર્મ અંક ૪૩૦, ઓગષ્ટ ૧૯૭૯, પૃષ્ઠ ૩૫
(૨૧૩) પ્રશ્ન- સમ્યગ્દર્શન નહિ થવામાં ભાવજ્ઞાનની ભૂલ છે કે આગમજ્ઞાનની
ભૂલ છે?
ઉત્તરઃ- પોતાની ભૂલ છે. સ્વ તરફ નહિ વળતા પર તરફ રોકાય છે એ જ એની ભલ છે. છતી શક્તિ છે તેને અછતી કરી હતી
ભૂલ છે. એ છતી શક્તિને છતી કરીને જોતાં-દખતાં એ ભૂલ ટળે છે.
-આત્મધર્મ અંક ૪૩૦, ઓગષ્ટ ૧૯૭૯, પૃષ્ઠ ૩પ
(૨૧૪) પ્રશ્ન- તત્ત્વ વિચાર તે સમ્યગ્દર્શન પામવાનું નિમિત્ત છે તો મૂળ સાધન શું છે?
ઉત્તર- મૂળ સાધન અંદરમાં આત્મા છે ત્યાં દષ્ટિનું જોર જાય ને એકદમ પૂર્ણ પરમાત્મા જ હું છું-એમ વિશ્વાસ આવે, જોર આવે ને દષ્ટિ અંતરમાં ઢળે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. તે પહેલા તત્ત્વના વિચાર હોય છે, તેની રુચિ છોડીને અંદરમાં જાય છે ત્યારે તે વિચારને નિમિત્ત કહેવાય છે.
-આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૭-૨૮
(૨૧૫) પ્રશ્ન:- નવતત્ત્વોને જાણવા તે સમ્યગ્દર્શન છે, કે શુદ્ધ જીવને જાણવો તે સમ્યગ્દર્શન છે?
ઉત્તર- નવતત્ત્વોને યથાર્થપણે જાણતાં તેમાં શુદ્ધજીવનું જ્ઞાન પણ ભેગું આવી જ જાય છે; ને શુદ્ધ જીવને જાણે તો તેને નવતત્ત્વનું પણ યથાર્થ જ્ઞાન જરૂર હોય છે. -આ રીતે, નવતત્ત્વનું જ્ઞાન તે સમ્યકત્વ કહો કે શુદ્ધ જીવનું જ્ઞાન તે સમ્યકત્વ કહો, -તે બન્ને એક જ છે. (જ્ઞાન કહેતાં તે જ્ઞાનપૂર્વકની પ્રતીત, તેને સમ્યગ્દર્શન સમજવું.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com