________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦: જ્ઞાનગોષ્ઠી
ઉત્ત૨:- પોતે ઊંધો પુરુષાર્થ કરે છે તેથી બીજા વિચારો આવ્યા કરે છે. પુરુષાર્થ કરીને ઉપયોગને સ્વભાવ સન્મુખ સૂક્ષ્મ કરે તો આત્મા અને બંધની સંધિ દેખાય અને જુદા પાડી શકે છે. -આત્મધર્મ અંક ૪૩૬, ફેબ્રુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૨૬
(૧૯૨ )
પ્રશ્નઃ- આત્મા અને બંધને જુદા કરવાનું સાધન શું?
ઉત્ત૨:- આત્મા અને બંધને જુદા પાડવામાં ભગવતીપ્રજ્ઞા જ એક સાધન છે. ભગવાનની ભક્તિ કરવી, પૂજા કરવી, પઠન-પાઠન વ્રત-તપ આદિ કરવા એ કોઈ સાધન નથી. ભક્તિ-વ્રત-તપ આદિના રાગથી જુદા પાડવામાં પ્રજ્ઞા જ એક સાધન છે. રાગથી ભિન્ન સ્વભાવ સન્મુખ ઝુકાવ કરવો, સ્વભાવ સન્મુખ એકાગ્રતા કરવી, ઢળવું એ જ એક સાધન છે. રાગથી જુદા પડવામાં જ્ઞાન સિવાય બીજું કોઈ સાધન છે જ નહિ.
-આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી, ટાઈટલ ૩
( ૧૯૩)
પ્રશ્ન:- એમ છે કે આત્મા લખી શકતો નથી એવું જ્ઞાનીને ભાન હોવા છતાં ‘હું લખું ’ એવો વિકલ્પ તેને કેમ ઉઠે છે? જે થતું જ ન હોય તેનો વિકલ્પ કેમ ઊઠે? આકાશના ફૂલને ચૂંટવાનો કે વંધ્યાસુતને મારવાનો ભાવ ી જ્ઞાની કે અજ્ઞાનીને આવતો નથી. જેમ આકાશનું ફૂલ અને વંધ્યાસુત અસત્ છે, તેથી તે વિકલ્પ ઊઠતો નથી, તેમ લખવાની ક્રિયા આત્મા કરી જ શકતો નથી-એમ જ્ઞાની જાણે છે છતાં તેને લખવાનો ભાવ કેમ થાય છે?
ઉત્ત૨ઃ- જ્ઞાનીના અંતરમાં જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન વર્તે છે. તેમને રાગની પણ કર્તૃત્વબુદ્ધિ નથી, તો પછી દેહાદિની ક્રિયા કે લખવું વગેરે ક્રિયાની કર્તૃત્વબુદ્ધિ તેમને હોય જ ક્યાંથી? જ્ઞાનને અને રાગને જુદા ઓળખ્યા વગર, જ્ઞાનીનું અંતર શું કાર્ય કરી રહ્યું છે તેની ખબર અજ્ઞાનીને પડે નહીં. માટે પહેલાં જ્ઞાનસ્વભાવને અને રાગાદિને ભેદજ્ઞાન વડે ભિન્ન જાણવા જોઈએ. એ જાણ્યા પછી ‘જ્ઞાનીને લખવા વગેરેનો વિકલ્પ કેમ ઊઠે છે' એ પ્રશ્ન જ નહિ રહે. જ્ઞાનીને ષ્ટિ જ ૫ર ઉપરથી અને રાગ ઉ૫૨થી છૂટી ગઈ છે, તેથી તેમને અસ્થિરતાના અલ્પ રાગમાં એવું જોર નથી આવતું કે જેથી કર્તૃત્વબુદ્ધિ થાય. ખરેખર ‘હું આમ કરું’ એવી ભાવના નથી પણ ‘હું જાણું ’ એવી જ ભાવના છે. પોતાને ત્રણકાળનું જ્ઞાન વર્તમાનમાં નથી અને હજી રાગની લાયકાત ટળી નથી તેથી વિકલ્પ ઊઠયો છે, પણ જ્ઞાની તે વિકલ્પના અને પ૨ની ક્રિયાના જાણનાર જ છે. રાગનો વિકલ્પ થાય છે તે પરાશ્રયે થાય છે, અને રાગના અનેક પ્રકાર છે. ભિન્ન ભિન્ન પ્રકારના રાગ વખતે ભિન્ન ભિન્ન ૫રદ્રવ્યનો આશ્રય હોય છે. જ્યારે બોલવા કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com