________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદ-વિજ્ઞાન: ૫૯ દેવનું સ્વરૂપ, ગુરુનું સ્વરૂપ, શાસ્ત્રનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ વાસ્તવિકપણે સમજે તેને સમ્યગ્દર્શન થાય જ. આવા સંસ્કાર લઈને કદાચ બીજા ભવમાં જાય તો ત્યાં પણ આ સંસકાર તેને ફાલશે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૭-૧૮
(૧૮૭). પ્રશ્ન:- ભેદજ્ઞાનના વિચારમાં મુખ્યતા કાંઈ ખરી?-કે પરથી ભેદજ્ઞાન કરવું કે દ્રવ્ય-પર્યાયથી ભેદજ્ઞાન કરવું કે શેયથી ભેદજ્ઞાન કરવું?
ઉત્તર:- એ બધું એક જ છે. વિચાર તો બધા આવે, પણ જોર આનીકોર (અંદરનું) હોવું જોઈએ.
-આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૧
(૧૮૮). પ્રશ્ન:- અજ્ઞાની જિજ્ઞાસુ જીવ સ્વભાવ ને વિભાવનું ભેદજ્ઞાન કરવા પ્રયત્ન કરે છે પણ સ્વભાવને જોયો નથી તો તેનાથી વિભાવને ભિન્ન કેવી રીતે કરી શકે ?
ઉત્તર:- જો પહેલાં જિજ્ઞાસુ જીવે સ્વભાવને જોયો હોય તો તેને ભેદજ્ઞાન કરાવાનું ક્યાં રહ્યું? જિજ્ઞાસુ જીવે પહેલાં અનુમાનથી નક્કી કરવાનું છે કે આ પર તરફ વલણનો ભાવ છે તે વિભાવ છે અને અંદર વલણ કરવું તે સ્વભાવ છે. પર તરફ વલણના ભાવમાં આકુળતા ને દુ:ખ છે અને અંતર વલણના ભાવમાં શાંતિ છે એમ સ્વભાવને પહેલાં અનુમાનથી નક્કી કરે છે.
–આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૨
(૧૮૯). પ્રશ્ન:- ધર્મનો મર્મ શું છે?
ઉત્તર:- આત્મા પોતાના સ્વભાવસામર્થ્યથી પૂર્ણ છે ને પરથી અત્યંત જુદો છે એમ સ્વ-પરની ભિન્નતાને જાણીને સ્વદ્રવ્યના અનુભવથી આત્મા શુદ્ધતાને પામે તે ધર્મનો મર્મ છે.
-આત્મધર્મ અંક ૨૬ર, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૨-૨૩
(૧૯૦) પ્રશ્ન:- પરલક્ષી જ્ઞાનથી આત્મા જણાય નહીં ને અનાદિ મિથ્યાષ્ટિને સ્વલક્ષી જ્ઞાન નથી તો સાધન શું?
ઉત્તર- રાગથી ભિન્ન પડવું તે સાધન છે, પ્રજ્ઞાછીણીને સાધન કહો કે અનુભૂતિને સાધન કહો, તે એક જ સાધન છે. -આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૨
(૧૯૧). પ્રશ્ન:- રાગને આત્માની સૂક્ષ્મ સંધિ દેખાતી નથી, બીજા વિચારો આવ્યા કરે છે તો પ્રજ્ઞાછીણી કેમ મારવી ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com