________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬: જ્ઞાનગોષ્ઠી
ઉત્તર-શુદ્ધ આત્મવસ્તુ કે જેમાં રાગ કે મિથ્યાત્વ છે જ નહિ-તે શુદ્ધવસ્તુમાં પરિણામ તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે; બીજા કોઈ ઉપાયથી મિથ્યાત્વ ટળે નહિ. ભાઈ, ગુણભેદનો વિકલ્પ પણ શુદ્ધવસ્તુમાં ક્યાં છે?-નથી; તો તે શુદ્ધવસ્તુની પ્રતીત ગુણભેદના વિકલ્પની અપેક્ષા રાખતી નથી. વસ્તુમાં વિકલ્પ નથી, ને વિકલ્પમાં વસ્તુ નથી; એમ બંનેની ભિન્નતા જાણતાં પરિણતિ વિકલ્પમાંથી ખસીને (છૂટી પડીને ) સ્વભાવમાં આવે ત્યાં મિથ્યાત્વ ટળી જાય છે.-આ મિથ્યાત્વ ટાળવાની રીત છે; એટલે કે “ઉપયોગ” અને રાગાદિનું ભેદજ્ઞાન તે સમ્યત્વનો માર્ગ છે. તે માટે, વિકલ્પ કરતાં ચિદાનંદ સ્વભાવનો અનંતો મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ.
-આત્મધર્મ અંક ર૬૨, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૦
(૨૪) પ્રશ્ન- જેને સમ્યગ્દર્શન થવાનું જ છે એવા જીવની પૂર્વ ભૂમિકા કેવી હોય?
ઉત્તર:- એ જીવને જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવો સવિકલ્પ નિર્ણય હોય છે પણ, સવિકલ્પથી નિર્વિકલ્પતા થાય જ એમ નથી. જેને થાય તેને પૂર્વના સવિકલ્પ નિર્ણયમાં ઉપચાર આવે છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૬
(૨૪૧) પ્રશ્ન:- દષ્ટિને સ્થિર કરવા માટે સામી વસ્તુ સ્થિર જોઈએ, પણ દષ્ટિ તો પલટતી રહે છે તે કેવી રીતે સ્થિર થાય?
ઉત્તર- સામી વસ્તુ સ્થિર (ધ્રુવ) હોય તો તેના ઉપર નજર નાખતા નજર સ્થિર થાય છે. ભલે નજર (દષ્ટિની પર્યાય) સ્થિર ન રહી શકે, તોપણ ધ્રુવ ઉપર નજર એકાગ્રતા કરે છે તેથી વસ્તુ આખી નજરમાં આવી જાય છે આખું આત્મદ્રવ્ય નજરમાં જણાય જાય છે.
મૂળ વાત એ છે કે અંદરમાં જે આશ્ચર્યકારી આત્મવસ્તુ છે એ વસ્તુસ્વભાવનો એને અંદરથી મહિમા નથી આવતો. દ્રવ્યલિંગી સાધુ થયો છતાં અંદરથી મહિમા આવતો નથી, પર્યાય પાછળ આખો ધ્રુવ મહાપ્રભુ પડ્યો છે એનો મહિમાં આવે. આશ્ચર્ય ભાસે તો કાર્ય થાય જ. અનંત અનંત આનંદનું ધામ છે તે એને વિશ્વાસમાં આવવું જોઈએ, વિશ્વાસે વહાણ ચાલે છે ને દરિયો તરી જાય છે તેમ અંદરમાં આત્માની પ્રભુતાનો વિશ્વાસ આવે તો કાર્ય થાય જ.
જેણે જીવતી જ્યોત એવા ચૈતન્યનો અનાદર કરીને રાગને પોતાનો માન્યો છે, રાગ તે હું છું તેમ માન્યું છે, તેણે પોતાના આત્માનો જ ઘાત કર્યો. જેનાથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com