________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨મ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના પ્રવચન મહાસાગરમાંથી વીણી કાઢેલાં મહાસાગરનાં મોતી
આત્મા ત્રિકાળ પરિપૂર્ણ છે એવો ખ્યાલ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ૫૨માં એકત્વબુદ્ધિ ટળતી નથી.
*
ચાર અઘાતિ કર્મો સંયોગ આપે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય આત્મામાં ઊણપ આપે છે અને મોહનીય આત્મામાં વિરુદ્ધતા આપે છે. એ આઠેય કર્મસ્વરૂપ હું નથી, હું તો માત્ર જ્ઞાયક છું.
*
શુભ છે, પણ ત્રિકાળી શુદ્ધ આત્મસ્વભાવ ઉપર નિર્જરા છે. ૧૫.
-આત્મધર્મ અંક ૮, અષાઢ ૨૦૦૦, ટાઈટલ પૃષ્ઠ ૨
*
નિમિત્તની અપેક્ષા લ્યો તો બંધ અને મોક્ષ બે પડખાં પડે છે ને તેની અપેક્ષા ન લ્યો તો–એકલું નિ૨પેક્ષ તત્ત્વ લક્ષમાં લ્યો તો-સ્વપર્યાય પ્રગટે છે. ૧૬.
-આત્મધર્મ અંક ૯, શ્રાવણ ૨૦૦૦, ટાઈટલ પૃષ્ઠ ૪
*
મફતમાં કાંઈ પણ મળતું નથી.
વર્તમાનમાં તને જે જે સંયોગ મળે છે તે બધાની પૂર્વકાળે તેં કિંમત ભરી છે (પૂર્વે તે એવા ભાવ કર્યા છે) અને તેનો જ બદલો તને વર્તમાનમાં યથાયોગ્ય મળી રહ્યો છે. તારી ઇચ્છા હોય કે ન હોય પણ તે જેની કિંમત ભરી દીધી છે તેનો બદલો તો તને મળવાનો જ! મળવાનો. માટે જે જે સંયોગ મળે તે બધાને જાણી લે જે. ૧૭.
-આત્મધર્મ અંક ૭, જેઠ ૨૦૦૦, પૃષ્ઠ ૧૧૯
રાગ છોડું એવો ભાવ પણ દૃષ્ટિ દેતાં રાગાદિ છૂટી જાય છે, એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com