________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬: જ્ઞાનગોષ્ઠી ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને નિશ્ચય કહે છે. આ રીતે નયો વસ્તુના અનેક ધર્મોને બતાવે છે, પણ જે યથાર્થ ન સમજે તેને ઈદ્રજાળ જેવી ગૂંચવણી લાગે છે. ખરેખર તો નયો વસ્તુના સ્વરૂપનું અનેકાન્તપણું બતાવી સમ્યફ એકાંત એવા ત્રિકાળી ધ્રુવ સામાન્યદ્રવ્યનો આશ્રય કરાવે છે. તે આ નયોને જાણવાનું પ્રયોજન છે.
-આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૫
(૫૧૭) પ્રશ્ન:- આટલા બધા નયોથી આત્માને જાણવાનું શું કામ છે? ફક્ત “આત્મા છે' એમ જાણી લઈએ તો ન ચાલે ?
| ઉત્તર:- ભાઈ ! આત્મા છે એમ ઓધિકપણે તો બધા કહે છે પણ આત્મામાં જેવા અનંત ધર્મો છે તેવા ધર્મોથી તેને ઓળખે તો જ આત્માને જાણો કહેવાય. “આત્મા છે” એમ કહે પણ તેના અનંત ધર્મો જે રીતે છે તે રીતે ન જાણે તો તેણે આત્માને જાણ્યો ન કહેવાય.
–આત્મધર્મ અંક ૯૪, શ્રાવણ ૨૪૭૭, પૃષ્ઠ ૨૨૦
(૫૧૮) પ્રશ્ન:- પ્રવચનસારમાં વિકારને શુદ્ધનયથી જીવનો કહેવાનું શું પ્રયોજન છે?
ઉત્તર- વિકાર તે જીવથી પોતાથી થયો છે, પોતાના અપરાધનું કાર્ય છે પણ કર્મથી-પુદ્ગલથી વિકાર થયો નથી તેમ બતાવવા વિકારને શુદ્ધનયથી જીવનો કહ્યો છે.
-આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૪
(૫૧૯) પ્રશ્ન- આત્મદ્રવ્ય વિકલ્પનયે, બાળક, કુમાર અને વૃદ્ધ એવા એક પુરુષની માફક, સવિકલ્પ છે. અહીં વિકલ્પનો અર્થ શું સમજવો જોઈએ?
ઉત્તર- અહીં વિકલ્પનો અર્થ ભેદ છે. જેમ એક પુરુષમાં બાળક, કુમાર અને વૃદ્ધ એવા ભેદ પડે છે તેમ ભેદનયથી આત્મા ગુણ-પર્યાયના ભેદવાળો છે. વસ્તુમાં અનંત ગુણો છે તેમને પરસ્પર કથંચિત્ ભેદ છે અને તેની કમેક્રમે થતી પર્યાયોમાં પણ પરસ્પર ભેદ છે. વસ્તુમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર ઈત્યાદિ જે ભેદ છે તેને વિકલ્પ કહેવાય છે. વિકલ્પ એટલે રાગ નહિ પણ વિકલ્પ એટલે ભેદ. એક આત્મા જ એક સમયમાં ભેદવાળો છે. વિકલ્પનયથી જોતાં આત્મા અનંત ગુણ-પર્યાયોના ભેદપણે ભાસે છે. એવો તેનો ધર્મ છે.
-આત્મધર્મ અંક ૯૯, પોષ ૨૪૭૮, પૃષ્ઠ ૫૦
(પ૨૦) પ્રશ્ન:- જે પ્રમાણે અસ્તિત્વધર્મ વસ્તુનો પોતાનો છે, તે પ્રમાણે શું નાસ્તિત્વધર્મ પણ વસ્તુનો પોતાનો જ છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com