________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રમાણ-નયઃ ૧૬૭
ઉત્ત૨:- જે આત્મદ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિત્વવાળું છે તે જ આત્મદ્રવ્ય પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણે નથી એટલે કે નાસ્તિત્વવાળું છે. ૫૨થી ન હોવાપણું તે પણ વસ્તુનો જ એક અંશ છે. વસ્તુમાં જ્યાં ભાવ-અંશ છે ત્યાં જ આવો અભાવ-અંશ છે, જ્યાં સ્વથી અસ્તિત્વરૂપ ધર્મ છે, ત્યાં જ પરથી નાસ્તિત્વરૂપ ધર્મ પણ ભેગો જ છે, એક જ અંશીના બે અંશો છે. નાસ્તિત્વધર્મ પણ પોતાનો જ અંશ છે. નાસ્તિત્વધર્મ પોતે કાંઈ વસ્તુમાં અભાવરૂપ નથી, પણ સત્ છે. તે ધર્મમાં ‘૫૨૫ણે નથી' એવી પરની અપેક્ષા ભલે આવે પણ તે નાસ્તિત્વધર્મ કાંઈ પરના આધારે કે પરનો નથી, તે ધર્મ તો વસ્તુનો પોતાનો જ છે.
-નયપ્રજ્ઞાપન પૃષ્ઠ ૪૩: આત્મધર્મ અંક ૯૫, ભાદ્રપદ ૨૪૭૭, પૃષ્ઠ ૨૩૩
(૫૨૧)
પ્રશ્ન:- નયવિવક્ષામાં બારમા ગુણસ્થાન સુધી અશુદ્ઘનિશ્ચયનય હોય છે. ત્યાં અશુદ્ઘનિશ્ચય મધ્યે શુદ્ધોપયોગ શી રીતે ઘટે ?
ઉત્ત૨:- વસ્તુના એકદેશની પરીક્ષા તે નયનું લક્ષણ છે; અને શુભ, અશુભ તથા શુદ્ઘ દ્રવ્યનું અવલંબન તે ઉપયોગનું લક્ષણ છે; તેથી અશુદ્ધનિશ્ચય મધ્યે પણ શુદ્ધાત્માનું અવલંબન હોવાથી, શુદ્ધ ધ્યેય હોવાથી અને શુદ્ધ સાધક હોવાથી શુદ્ધોપયોગ પરિણામ ઘટે છે.
અશુદ્ઘનય ભલે બારમા ગુણસ્થાન સુધી હોય, પણ સાધક જીવને તેના ઉપયોગનું આલંબન ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવ છે, તેનું ધ્યેય શુદ્ધ છે, અને તે શુદ્ધનો સાધક છે, તેથી તેને, અશુદ્ઘનય હોવા છતાં, પર્યાયમાં શુદ્ધોપયોગ હોય છે.
-આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૯
(૫૨૨)
પ્રશ્ન:- શબ્દનો પદાર્થની સાથે કોઈ સંબંધ નથી તો તે શબ્દ પદાર્થનો વાચક કઈ રીતે થઈ શકે ?
ઉત્તર:- ‘પ્રમાણ અર્થાત્ જ્ઞાનનો જ્ઞેયપદાર્થોની સાથે કોઈ સંબંધ નથી છતાં પણ તે જ્ઞાન પદાર્થોને કઈ રીતે જાણે છે?' આ વાત પણ ઉપરની શંકા જેવી છે. અર્થાત્ જેવી રીતે જ્ઞાન અને જ્ઞેય પદાર્થોનો કોઈ સંબંધ ન હોવા છતાં પણ જ્ઞાન જ્ઞેય પદાર્થોને જાણી લે છે, તેવી રીતે જ શબ્દનો પદાર્થોની સાથે કાંઈ સંબંધ ન હોવા છતાં પણ શબ્દ પદાર્થોનો વાચક (કહેનાર) હોય-તેમાં શું આપત્તિ છે?
-આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૩૬
(૫૨૩)
પ્રશ્ન:- જ્ઞાન અને શેય પદાર્થોને તો જન્મ-જનક લક્ષણવાળો સંબંધ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com