________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮: જ્ઞાનગોષ્ઠી
ઉત્તર- એમ નથી, કેમકે વસ્તુની શક્તિની બીજા પદાર્થો દ્વારા ઉત્પત્તિ માનવામાં વિરોધ આવે છે. અર્થાત્ જે વસ્તુ જેવી છે તે વસ્તુને તેવા જ રૂપે જાણવાની શક્તિને પ્રમાણ કહેવાય છે. એ જાણવાની શક્તિ પદાર્થો દ્વારા ઉત્પન્ન થઈ શકતી નથી. અહીં આ વિષયમાં ઉપયોગી શ્લોક આપવામાં આવે છે
'स्वतः सर्व प्रमाणानां प्रामाण्यमिति गृह्यताम्।
न हि स्वतोऽसती शक्ति: कर्तृमन्येत पार्यते।।' અર્થ:- સર્વ પ્રમાણમાં સ્વત:પ્રમાણતા સ્વીકાર કરવી જોઈએ (-અર્થાત્ દરેક જ્ઞાન પોતાથી જ થાય છે એમ સ્વીકારવું જોઈએ) કેમકે જે શક્તિ પદાર્થોમાં સ્વતઃ વિધમાન ન હોય તે શક્તિ બીજા પદાર્થો દ્વારા કરી શકાતી નથી.
ઉપર આપેલા જયધવલના ભાગમાં વીરસેનાચાર્યદેવે જે શ્લોક આપ્યો છે તેની બીજી લીટી, સમયસારશાસ્ત્રની ગા. ૧૧૬ થી ૧૨૦ ની શ્રી અમૃતચંદ્રાચાર્યદેવકૃત ટીકામાં આવે છે. ત્યાં તેઓશ્રીએ નીચે મુજબ જણાવ્યું છે-“ન હિ સ્વતોષતી શ$િ: વર્તમજ્જૈન પાત' એટલે કે વસ્તુમાં જે શક્તિસ્વતઃ (પોતાથી જ ) ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને ‘સ્વયં પરમાનં તુ પરં પરિણમીયતા૨મપેક્ષતા નદિ વસ્તુશpય: પરમપેક્ષત' એટલે કે સ્વયં પરિણમતાને તો પર પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. ત્યારપછી ગાથા ૧૨૧ થી ૧૨૫ ની ટીકામાં પણ અક્ષરશઃ એ જ શબ્દો કહ્યા છે.
-આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૩૬
(૫૨૪) પ્રશ્ન-શુદ્ધનયનો પક્ષ એટલે શું?
ઉત્તરઃ- શુદ્ધનયનો પક્ષ એટલે એને શુદ્ધાત્માની રુચિ થઈ છે. અનુભવ હજુ નથી થયો, પણ રુચિ એવી થઈ છે કે તે જીવ અનુભવ કરે જ. પણ એમાં કોઈ બચાવ કરે, ન હોય ને માની લે એમ નહિ પણ કેવળી એ જીવને એમ જાણે છે કે આ જીવની રુચિ એવી છે કે તે અનુભવ કરશે જ. તે જીવને જ્ઞાયકનું જોર વીર્યમાં વર્તે છે.
-આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૭-૨૮
(પ૨૫) પ્રશ્ન- ક્રિયાનય અને જ્ઞાનનયની મૈત્રી એટલે શું?
ઉત્તર:- જયચંદ પંડિતે એમ કહ્યું છે કે અશુદ્ધતા ને શુદ્ધતા સાથે હોય તે મૈત્રી, જ્યારે રાજમલ્લજી પંડિતે કળશટીકામાં એમ કહ્યું કે અશુદ્ધતાની નિવૃત્તિ તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com