________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪: જ્ઞાનગોષ્ઠી
ઉત્ત૨:- અર્થીપણે એટલે ગરજુ થઈને, સેવક થઈને, દાસ થઈને પંચાસ્તિકાયને સાંભળે છે. જેમ કોઈ મોટા માણસ પાસે યાચક માગે છે તેમ ગુરુ પાસે પાત્ર શિષ્ય યાચક થઈને સાંભળે છે. હું કાંઈક જાણું છું એમ મોટાઈથી સાંભળતો નથી પણ ગરજુ થઈને પોતાનું હિત કરવા સાંભળે છે. પોતાના જ્ઞાનમાં પંચાસ્તિકાયને જાણે છે-નિર્ણય કરે છે.-આત્મધર્મ અંક ૪૨૮, જુન ૧૯૭૯, પૃષ્ઠ ૨૪-૨૫
(૩૦૫ )
પ્રશ્ન:- પરસત્તાવલંબી જ્ઞાન છે તે શુદ્ધાત્માનો નિર્ણય કરે છે તે જ્ઞાન પણ નકામુ છે?
ઉત્ત૨:- ૫૨ તરફના જ્ઞાનથી સવિકલ્પ નિર્ણય થાય છે તે ખરેખર શુદ્ધાત્માનો નિર્ણય નથી કહેવાતો સ્વસન્મુખ ઢળીને નિર્વિકલ્પતામાં જે નિર્ણય થાય છે તે જ સાચો શુદ્ધાત્માનો નિર્ણય છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૫
( ૩૦૬ )
પ્રશ્ન:- જે સવિકલ્પ જ્ઞાન કાંઠા સુધી લઈ જાય તેને નકામું કેમ કહેવાય ? ઉત્ત૨:- સવિકલ્પ જ્ઞાનથી શુદ્ધાત્માનો સ્વાનુભવ થતો નથી. સ્વસન્મુખના જ્ઞાનથી શુદ્ધાત્માનો સ્વાનુભવ પૂર્વક નિર્ણય થાય છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૬ ( ૩૦૭)
પ્રશ્નઃ- વ્યવસ્થિત જાણવું તે જ્ઞાનનો સ્વભાવ છે શું?
ઉત્તર:- આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એની કેવળજ્ઞાન આદિ પાંચ પર્યાયો છે. કેવળજ્ઞાન પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે ને બીજા દ્રવ્યોના પણ વ્યવસ્થિત કાર્યને જાણે છે. તેમ મતિજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે, પરના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. તેમ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે અને પરના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. વ્યવસ્થિત જાણવું એ જ એનો સ્વભાવ છે. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે એટલે એની પર્યાય, ગુણ અને દ્રવ્ય બસ જાણનાર જ છે, ફેરફાર કરનાર નથી. પોતામાં પણ કાંઈ ફેરફાર કરવો નથી. જેમ વ્યવસ્થિત કાર્ય થાય છે તેમ જાણે છે. આહાહા! જુઓ તો ખરા! વસ્તુ જ આમ છે, અંદરમાં તો ખૂબ ગંભીરતાથી ચાલતું હતું પણ કહેવામાં તો......
-આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૦
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com