________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૩૦૮ )
પ્રશ્ન:- વર્તમાન પર્યાયમાં તો અધૂરું જ્ઞાન છે, તો તે અધૂરા જ્ઞાનમાં પૂરા જ્ઞાનસ્વભાવની ખબર શી રીતે પડે ?
સમ્યજ્ઞાન: ૯૫
ઉત્ત૨:- જેમ આંખ દોઢ તસુની હોવા છતાં આખા શરીરને જાણી લે છે, તેમ પર્યાયમાં જ્ઞાનનો વિકાસ અલ્પ હોવા છતાં પણ જો તે જ્ઞાન સ્વસન્મુખ થાય તો પૂર્ણ જ્ઞાનસ્વરૂપી આત્માને સ્વસંવેદનથી તે જાણે છે. કેવળજ્ઞાન થયા પહેલાં અધૂરા જ્ઞાનમાં પણ સ્વસંવેદન પ્રત્યક્ષથી પૂર્ણજ્ઞાનસ્વરૂપી આત્માનો નિઃસંદેહ નિર્ણય થાય છે. જેમ જ્ઞાન બહા૨માં સ્થૂળ પદાર્થોને જાણવામાં અટકી રહ્યું છે, તેમ જ્ઞાનને જો અંતર્મુખ કરો તો તે જ્ઞાન આત્માને જાણે છે. જેમ સાકરની નાની કટકી ઉપરથી ચાખી સાકરના સ્વાદનો નિર્ણય થઈ જાય છે. તેમ જ્ઞાનની અલ્પ પર્યાયને અંતર્મુખ કરતાં તેમાં પૂર્ણજ્ઞાનસ્વભાવનો નિર્ણય થઈ જાય છે. કોઈ એમ કહે કે ‘અધૂરું જ્ઞાન પૂરા જ્ઞાનને જાણી શકે, પૂરું જ્ઞાન થાય ત્યારે જ પૂરા આત્માને જાણે ’–તો તેની વાત જાઠી છે. જો અધૂરું જ્ઞાન પૂરા આત્માને ન જાણી શકે તો તો કદી સમ્યજ્ઞાન થાય જ નહિ. અધૂરું જ્ઞાન પણ સ્વસન્મુખ થઈને આવા આત્મસ્વભાવને જાણે છે તથા પ્રતીત કરે છે; આવું જ્ઞાન એને પ્રતીત કરે ત્યારે જ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય છે.
-આત્મધર્મ અંક ૧૦૪, જેઠ ૨૪૭૮, પૃષ્ઠ ૧૬૫
(૩૦૯ )
પ્રશ્ન:- ઉપયોગ પરવડે હણાતો નથી-તેનો શું અર્થ ?
ઉત્ત૨:- પ્રવચનસાર ગાથા ૧૭૨માં અલિંગગ્રહણના ૯ માં બોલમાં ઉપયોગ ૫૨ વડે હણાતો નથી તેમ વાત આવી. તેમાં ૫૨ વડે તો ઉપયોગનું હરણ અર્થાત્ નાશ થતો નથી પણ મુનિને ચારિત્રદશા હોય ને પછી તે સ્વર્ગમાં જાય છે ત્યાં ચારિત્રદશા નાશ પામે છે તોપણ સ્વના લક્ષે જે ઉપયોગ થયો છે તે નાશ પામતો નથી, હણાતો નથી. સ્વના લક્ષે ઉપયોગ થયો છે તે તો અપ્રતિત થયો છે, નાશ પામતો નથી. -આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૩૦
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com