________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યજ્ઞાન: ૯૩ શું છે? હું કાયમી ટકનાર ચીજ કેવી છું? વિગેરે અભ્યાસ કરી જ્ઞાન કરી રાગથી ભિન્ન આત્માનો અનુભવ કરવો એ પહેલી વસ્તુ છે. આત્માને જાણ્યા વિનાના એના ક્રિયાકાંડ બધા રણમાં પોક મૂકવા સમાન છે. આત્મા અંદર આનંદસ્વરૂપ ભગવાન ચૈતન્યતેજનો પુંજ પ્રભુ છે. તેનું જ્ઞાન ન હોય, અંદર દશાનું વેદન ન હોય ત્યાં સુધી એના ક્રિયાકાંડ બધાં જૂઠા છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું દુર્લભ છે. પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન હોવો જોઈએ. -આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૮
(૩૮૧) પ્રશ્ન- પોતાના સતનું જ્ઞાન કરવું કેમ મહત્વપૂર્ણ છે, બીજાના સનું કેમ નહિ?
ઉત્તર- પોતાની અપેક્ષાએ બીજા દ્રવ્યો અસત્ છે, પોતે જ સત્ છે. પોતે જ પોતાનો જ્ઞાતા જ્ઞય ને જ્ઞાનરૂપ સત્ છે. માટે પોતાના સનું જ્ઞાન કરવું. પોતાના સતનું જ્ઞાન કરતાં અતીન્દ્રિય આનંદની ઝલક આવ્યા વિના રહે જ નહીં; અને આનંદ ન આવે તો તેણે પોતાના સતનું સાચું જ્ઞાન કર્યું જ નથી. મૂળ તો અંતરમાં વળવું એ જ આખા સિદ્ધાંતનો સાર છે.
-આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭
(૩૦૨) પ્રશ્ન- શું ખંડ ખંડ જ્ઞાન-ઈન્દ્રિયજ્ઞાન પણ સંયોગરૂપ છે?
ઉત્તર:- હું, વાસ્તવમાં તો ખંડખંડ જ્ઞાન પણ ત્રિકાળી સ્વભાવની અપેક્ષાથી સંયોગરૂપ છે. જેમ ઈન્દ્રિયો સંયોગરૂપ છે તેમ તે પણ સંયોગરૂપ છે. જેવી રીતે શરીર જ્ઞાયકથી અત્યંત ભિન્ન છે, તેવી રીતે ખંડ ખંડ જ્ઞાન-ઈન્દ્રિયજ્ઞાન પણ જ્ઞાયકથી ભિન્ન છે, સંયોગરૂપ છે, સ્વભાવરૂપ નથી.
-હિન્દી આત્મધર્મ ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૪
(૩૦૩). પ્રશ્ન- જ્ઞાનીની પ્રરૂપણામાં અસત્ની પ્રરૂપણા આવે?
ઉત્તર:- ના, જ્ઞાનીની વાણીમાં અસતની પ્રરૂપણા ન આવે. જ્ઞાનીને અસ્થિરતા હોય, પણ પ્રરૂપણામાં અસત્ કથન ન આવે. વ્યવહારથી નિશ્ચય થાય, રાગથી લાભ થાય કે રાગથી ધર્મ થાય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એવી પ્રરૂપણાને અસત્ પ્રરૂપણા કહે છે.
-આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૩
(૩૦૪) પ્રશ્ન:- પંચાસ્તિકાયને અર્થપણે સાંભળે છે એટલે શું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com