________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિઃ ૩૩ ઉત્તર- વસ્તુસ્વરૂપનો નિર્ણય દઢ કરવો. શુદ્ધ છું, એક છું, જ્ઞાયક છું, એનો ચારે પડખાથી વારંવાર નિર્ણય પાકે કરીને દઢ કરવો.
-આત્મધર્મ અંક ૪૪૦ જૂન ૧૯૮૦, પૃષ્ઠ ૩૧
(૧૦૪) પ્રશ્ન- સના સંસ્કાર નાખવાથી શું લાભ થાય?
ઉત્તર- જેમ કોરી માટલીમાં પાણીના ટીપાં પડતાં ટીપાં ચુસાઈ જાય છે, ઉપર દેખાતાં નથી છતાં માટલીમાં પાણીના ટીપાંની ભીનાશ અંદર રહી છે. તેથી વધુ ટીપાં પડતાં માટલી ભીની થઈ જાય છે ને પાણી માટલી ઉપર દેખાય છે. તેમ જે જીવે સત્ની ઊંડી જિજ્ઞાસા કરીને સના ઊંડા સંસ્કાર નાખ્યા હશે તે જીવને કદાચ વર્તમાનમાં પુરુષાર્થની કચાશ રહી જાય ને કર્ય ન થાય તોપણ સના ઊંડા નાખેલાં સંસ્કાર બીજી ગતિમાં પ્રગટ થશે, માટે સન્ના ઊંડા સંસ્કાર રેડ. -આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ર૬
(૧૦૫). પ્રશ્ન- એક પર્યાય બીજી પર્યાયને અડતી તો નથી તો પૂર્વના સંસ્કાર બીજી પર્યાયમાં કામ કેમ કરે ?
ઉત્તર- એક પર્યાય બીજી પર્યાયને અડતી નથી એ વાત તો એમ જ છે પણ વર્તમાન પર્યાયમાં એવા જોરદાર સંસ્કાર નાખ્યા હશે તો એનું જોર બીજી પર્યાયમાં પ્રગટે એવી જ તે ઉત્પાદ પર્યાયની સ્વતંત્ર યોગ્યતા હોય છે, ઉત્પાદ પર્યાયના સામર્થ્યથી સ્મરણમાં આવે છે.
-આત્મધમે એક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૯
(૧૦૬). પ્રશ્ન- સાંભળીને સંસ્કાર દઢ કરવા તે આગળ વધવાનું કારણ છે? ઉત્તર:- હા, અંદરમાં સંસ્કાર દઢ નાખે તો તો આગળ વધે છે.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮
(૧૦૭) પ્રશ્ન:- શ્રવણમાં પ્રેમ હોય તો મિથ્યાત્વ મંદ પડે?
ઉત્તર- મિથ્યાત્વ ને અનંતાનુબંધી અનંતવાર મંદ પડ્યા પણ એ સમ્યગ્દર્શનનું કારણ નથી. મૂળ દર્શનશુદ્ધિ ઉપર જોર હોવું જોઈએ.
–આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૯
(૧૦૮). પ્રશ્ન:- નવતત્ત્વના વિચાર તો પૂર્વે અનંતવાર કર્યો છે, તો પણ લાભ કેમ ન થયો ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com