________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪: જ્ઞાનગોષ્ઠી
ઉત્તર:- ભાઈ, પૂર્વે જે નવતત્ત્વના વિચાર કર્યા તેના કરતાં આ કાંઈક જુદી રીતની વાત છે. પૂર્વે નવતત્ત્વના વિચાર કર્યા તે અભેદસ્વરૂપના લક્ષ વગર કર્યા છે. ને અહીં તો અભેદસ્વરૂપના લક્ષ સહિતની વાત છે. પૂર્વે એકલા મનના સ્થળ વિષયથી નવતત્ત્વના વિચાર રૂપ આંગણા સુધી તો આત્મા અનંતવાર આવ્યો છે, પણ ત્યાંથી આગળ વિકલ્પ તોડી ધ્રુવ ચૈતન્યતત્ત્વમાં એકપણાની શ્રદ્ધા કરવાની અપૂર્વ સમજણ શું છે તે ન સમજયો તેથી ભવભ્રમણ ઊભું રહ્યું.
–આત્મધર્મ અંક ૯૩, અષાઢ ૨૪૭૭, પૃષ્ઠ ૧૮૫
(૧૦૯) પ્રશ્ન:- રોજ સાંભળીએ છીએ હવે અંદર જવાનો કાંઈક ટૂંકો રસ્તો બતાવો? ઉત્તર- આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ ચિહ્વન છે અભેદ છે એની દૃષ્ટિ કરવી. ભેદ ઉપર લક્ષ કરતા રાગીની રાગ થાય છે, તેથી ભેદનું લક્ષ છોડીને અભેદની દષ્ટિ કરવી-એ ટૂંકો સાર છે.
-આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૯
(૧૧૦)
પ્રશ્ન- તિર્યંચને જ્ઞાન ઝાઝું ન હોવા છતાં તેને આત્મા પકડાય છે ને અમે ઘણી મહેનત કરીએ છતાં કેમ આત્મા પકડાતો નથી ?
ઉત્તર- ઈ જાતનું પ્રમાણ આવવું જોઈએ. તે આવતું નથી. જ્ઞાનમાં જેટલું એનું વજન આવવું જોઈએ તે આવતું નથી, જ્ઞાનમાં એનું જેટલું જોર જોઈએ એ જોર આવતું નથી એટલા પ્રકારથી એને સ્પૃહા-આશા છૂટવી જોઈએ તે છૂટતી નથી. તેથી કાર્ય આવતું નથી–આત્મા પકડાતો નથી.
-આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૮
(૧૧૧) પ્રશ્ન- શુદ્ધનયનો પક્ષ થયો છે એટલે શું?
ઉત્તર- શુદ્ધનયનો પક્ષ એટલે એને શુદ્ધાત્માની રુચિ થઈ છે. અનુભવ હજુ થયો નથી પણ રુચિ એવી થઈ છે કે તે અનુભવ કરે જ, પણ એ કાંઈ ધારીને સંતોષ કરવાની વાત નથી. કેવળી એ જીવને એમ જાણે છે કે આ જીવની ચિ એવી છે કે તે અનુભવ કરશે જ. એ જીવને એવું જ્ઞાયકનું જોર વીર્યમાં વર્તે છે.
આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮૦, પૃષ્ઠ ૩૦
(૧૧૨) પ્રશ્ન:- ઘણા વખતથી તત્ત્વનો અભ્યાસ કરવા છતાં આત્મા પ્રાપ્ત કેમ થતો
નથી ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com