________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિઃ ૩પ ઉત્તર:- આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે, એના અતીન્દ્રિય આનંદની તાલાવેલી જાગે. આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાશ લાગે નહિ. બીજે ક્યાંય રસ પડે નહિ. જગતના પદાર્થોનો રસ ફીકો લાગે, સંસારના રાગનો રસ ઊડી જાય. અહો ! જેના આટલા આટલા વખાણ થાય છે એ આત્મા અનંતાનંત ગુણોનો પુંજ પ્રભુ છે કોણ? એમ આશ્ચર્ય થાય, એની લગની લાગે, એની ધૂન ચડે એને આત્મા મળે જ, ન મળે એમ બને જ નહિ. જેટલું કારણ આપે એટલું કાર્ય આવે. કારણ આપ્યા વિના કાર્ય આવતું નથી. કારણની કચાશના લઈને કાર્ય આવતું નથી. આત્માના આનંદ સ્વરૂપની અંદરથી ખરેખરી લગની લાગે, તાલાવેલી લાગે, સ્વપ્નમાં પણ એનું એ જ રહે, તેને આત્મા પ્રાપ્ત થાય છે.
-આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૩
(૧૧૩) પ્રશ્ન- આત્માનું સ્વરૂપ જ્ઞાનમાં આવવા છતાં વીર્ય બહારમાં કેમ અટકતું હશે?
ઉત્તર- જે વિશ્વાસ આવવો જોઈએ તે આવતો નથી, તેથી અટકે છે, જાણપણું તો અગિયાર અંગનું થઈ જાય પણ ભરોંસો આવવો જોઈએ તે આવતો નથી. ભરોંસે ભગવાન થઈ જાય પણ એ ભરોસો આવતો નથી તેથી ભટકયા-ભટક કરે છે.
-આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૫-૧૬
(૧૧૪) પ્રશ્ન:- તેમાં રુચિની ખામી છે કે ભાવભાસનમાં ભૂલ છે? ઉત્તર:- મૂળ તો સચિની જ ખામી છે.
-આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૬
(૧૧૫) પ્રશ્ન- અમે તત્ત્વનિર્ણય કરવાનો ઉદ્યમ તો કરીએ, પણ ત્યાં વચ્ચે પ્રતિકૂળતા આવી પડે તો?
ઉત્તર- જેને તત્ત્વનિર્ણય કરવો છે તેને તત્ત્વનિર્ણયમાં પ્રતિકૂળતા કાંઈ છે જ નહિ. પ્રથમ તો સંયોગ આત્મામાં આવતો જ નથી, સંયોગ તો આત્માથી જુદો જ છે, માટે પ્રતિકૂળસંયોગ ખરેખર આત્મામાં છે જ નહિ. વળી બાહ્ય સંયોગ તો સાતમી નરકમાં અનંતો પ્રતિકૂળ છે, છતાં ત્યાં પણ અનાદિનો મિથ્યાદષ્ટિ જીવ તત્ત્વનિર્ણય કરીને સમ્યગ્દર્શન પામી જાય છે. માટે પ્રતિકૂળતા આત્માને નડતી નથી.
જેને આત્માની જિજ્ઞાસા જાગી છે, સાચા દેવ-ગુરુ નિમિત્તપણે મળ્યા છે તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com