________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬: જ્ઞાનગોષ્ઠી
તત્ત્વનિર્ણયની અનુકૂળતા જ છે. તેને કાંઈ પ્રતિકૂળતા છે જ નહિ. તત્ત્વનિર્ણય કરવા માટે સાચા દેવ-ગુરુ અનુકૂળ છે, ને અંતરમાં પોતાનો આત્મા અનુકૂળ છે. જેને સાચા દેવ-ગુરુ નિમિત્ત તરીકે મળ્યા ને અંતરમાં આત્માની રુચિ થઈ તેને બધું અનુકૂળ જ છે. તેને બીજી કોઈ પ્રતિકૂળતા નડતી જ નથી.
-આત્મધર્મ અંક ૧૨૩, પોષ ૨૪૮૦, પૃષ્ઠ ૬૪ (૧૧૬)
પ્રશ્નઃ- જે જીવ વસ્તુસ્વરૂપનો યથાર્થ નિશ્ચય નથી કરતો તેને શું થાય છે?
ઉત્ત૨:- જે જીવ વસ્તુસ્વરૂપનો નિશ્ચય નથી કરતો તેનું ચિત્ત ‘વસ્તુસ્વરૂપ કઈ રીતે હશે!' એવા સંદેહથી સદાય ડામાડોળ-અસ્થિર રહ્યા કરે છે. વળી સ્વ૫૨ના ભિન્ન-ભિન્ન સ્વરૂપનો તેને નિશ્ચય નહિ હોવાથી ૫દ્રવ્યને ક૨વાની ઈચ્છાથી તેનું ચિત્ત સદાય આકુળ રહ્યા કરે છે, તેમજ પદ્રવ્યને ભોગવવાની બુદ્ધિથી તેમાં રાગ-દ્વેષ કરીને તેનું ચિત્ત સદાય કલુષિત રહ્યા કરે છે.-આ રીતે, વસ્તુસ્વરૂપના નિશ્ચય વગર જીવનું ચિત્ત સદાય ડામાડોળ અને લુષિત વર્તતું હોવાથી, તેને સ્વદ્રવ્યમાં સ્થિરતા થઈ શકતી નથી. જેનું ચિત્ત ડામાડોળ અને કલુષિતપણે પરદ્રવ્યમાં જ ભમતું હોય તેને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિરૂપ ચારિત્ર ક્યાંથી થાય?–ન જ થાય, માટે જેને પદાર્થના સ્વરૂપનો નિશ્ચય નથી તેને ચારિત્ર હોતું નથી.
-આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૫, પૃષ્ઠ ૫ (૧૧૭ )
પ્રશ્ન:- વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કયા પ્રકારે કરવો ?
ઉત્તર:- વસ્તુના સ્વરૂપનો નિશ્ચય આ પ્રમાણે કરવો કે-આ જગતમાં હું સ્વભાવથી જ્ઞાયક જ છું; અને મારાથી ભિન્ન આ જગતના જડ-ચેતન સમસ્ત પદાર્થો તે મારાં શૈયો જ છે. વિશ્વના પદાર્થો સાથે માત્ર જ્ઞેય જ્ઞાયક સંબંધથી વિશેષ કંઈ પણ સંબંધ મારે નથી. કોઈ પણ પદાર્થ મારો નથી, ને હું કોઈના કાર્યનો કર્તા નથી. દરેક પદાર્થ પોતાના સ્વભાવ સામર્થ્યથી જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપે પરિણમી રહ્યો છે. તેની સાથે મારે કાંઈ જ સંબંધ નથી.
જે જીવ આવો નિર્ણય કરે તે જ ૫૨ સાથેનો સંબંધ તોડીને નિજસ્વરૂપમાં ઉપયોગને જોડે, એટલે તેને જ સ્વરૂપમાં ચરણરૂપ ચારિત્ર થાય. આ રીતે ચારિત્ર માટે પહેલાં વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ.
-આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ ૫ ( ૧૧૮ )
આ વાત બેસે છે પણ અંદર જવાની હિંમત
પ્રશ્ન:- ન્યાયથી અને તર્કથી તો
કેમ ચાલતી નથી ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com