________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિઃ ૩૭ ઉત્તર:- એને પહોંચવા જોઈએ એટલો પુરુષાર્થ નથી એટલે બહારને બહાર ભટકયા કરે છે. અંદર જવાની રુચિ નથી તેથી ઉપયોગ અંદર જતો નથી.
-આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૬-૧૭
(૧૧૯). પ્રશ્ન- વર્તમાન કર્મબંધન છે, હીણીદશા છે, રાગાદિ ભાવો વર્તે છે, તો શુદ્ધ આત્માની અનુભૂતિ કેમ થઈ શકે ?
ઉત્તર:- રાગાદિ ભાવો વર્તમાન વર્તતા હોવા છતાં તે બધા ભાવો ક્ષણિક છે, વિનાશક છે, અભૂતાર્થ છે, જૂઠા છે. તેથી તેનું લક્ષ છોડીને ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્માનું લક્ષ કરતાં આત્માની અનુભૂતિ થઈ શકે છે. રાગાદિ ભાવો એક સમયની સ્થિતિવાળા છે ને ભગવાન આત્મા કાયમ ટકનાર અબદ્ધસ્પષ્ટ સ્વરૂપ છે. તેથી એક સમયની ક્ષણીક પર્યાયનું લક્ષ છોડી ત્રિકાળી શુદ્ધાત્માનું લક્ષ કરતાં-દષ્ટિ કરતાં આત્માનુભૂતિ થઈ શકે છે.
-આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૨
(૧૨૦) પ્રશ્ન- જ્ઞાની સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે અને સમ્યક સન્મુખ જીવ સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે, તે બન્નેની વિધિનો પ્રકાર એક જ છે કે કાંઈ ફેર છે?
ઉત્તર:- જ્ઞાની સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે તેને આત્માનું લક્ષ તો થયુ છે. આત્મા લક્ષમાં છે અને તેમાં એકાગ્રતાનો વિશેષ પુરુષાર્થ કરતાં વિકલ્પ છૂટી નિર્વિકલ્પ થાય છે. સ્વસમ્મુખ જીવને તો હજુ આત્માનું લક્ષ થયું નથી. આત્મા લક્ષમાં આવ્યો નથી પણ જ્ઞાનમાં ઓથે-ઓથે (ધારણાથી) જામ્યો છે, પ્રત્યક્ષ થયો નથી. વિકલ્પથી આત્માનું લક્ષ ઓથે-ઓથે થયું છે તેને અંદર પુરુષાર્થ ઉગ્ર થતાં સવિકલ્પતા છૂટીને નિર્વિકલ્પતા થાય છે. (એ રીતે નિર્વિકલ્પ થવાની વિધિનો પ્રકાર એક હોવા છતાં જ્ઞાનીએ વેદનથી આત્મા જાણ્યો છે અને સ્વસમ્મુખવાળાએ ઓથેઓથે-આનંદના વેદન વિના –આત્માને જાણ્યો છે.)
-આત્મધર્મ અંક ૪૧૪, એપ્રિલ ૧૯૭૮, પૃષ્ઠ ૨૪
(૧૨૧) પ્રશ્ન- વિકલ્પથી નિર્વિકલ્પ થવામાં સૂક્ષ્મ વિકલ્પ રોકે છે તેનું શું કરવું?
ઉત્તર:- નિર્વિકલ્પ થવામાં વિકલ્પ રોકતો નથી પણ અંદર ઢળવાયોગ્ય પુરુષાર્થ કરતો નથી. વિકલ્પનો તોડવો નથી પડતો પણ સ્વરૂપમાં ઢળવાનો પુરુષાર્થ ઉગ્ર થતાં વિકલ્પ સહુજ તૂટી જાય છે.
-આત્મધર્મ અંક ૪૧૪, એપ્રિલ ૧૯૭૩, પૃષ્ઠ ૨૪
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com