________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮: જ્ઞાનગોષ્ઠી
(૧૨૨). પ્રશ્ન- સમ્યક સન્મુખ જીવ તત્ત્વના વિચારમાં રાગને પોતાનો જાણે છે કે પુદ્ગલનો જાણે છે?
ઉત્તર- સમ્યક સન્મુખ જીવ રાગ તે પોતાનો અપરાધ છે તેમ જાણે છે અને અંદર ઉતારવા માટે રાગ તે મારું સ્વરૂપ નથી, રાગ તે હું નથી તેમ જાણીને તેનું લક્ષ છોડી અંદરમાં ઉતરવાનો પ્રયત્ન કરે છે.
-આત્મધર્મ અંક ૪૧૪, એપ્રિલ ૧૯૭૮, પૃષ્ઠ ૮૪
(૧૨૩). પ્રશ્ન:- દષ્ટિનું જોર ક્યાં દેવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય ?
ઉત્તર- જ્ઞાયક નિષ્ક્રિય તળ ઉપર તું દષ્ટિ થાપ ને! પર્યાય ઉપર શું કામ જોર દે છો? આ મારી ક્ષયોપશમની પર્યાય વધી, આ મારી પર્યાય થઈ એમ પર્યાય ઉપર જોર શું કામ છે છો ? પર્યાયના પલટતાં અંશમાં ત્રિકાળી વસ્તુ થોડી આવી જાય છે? ત્રિકાળી ધ્રુવદળ જે નિત્યાનંદ પ્રભુ છે તેના ઉપર જોર દે ને! જ્ઞાનાનંદ સાગરના તરંગો ઊછળે તેના ઉપર જોર ન દે. તરંગોને જ જોતાં આનંદ સાગરના દળ ઉપર જોર દે ને! અનાદિથી ક્ષણિક પર્યાય ઉપર જોર દે છો તે છોડી દે ને ત્રિકાળી ધ્રુવ નિત્ય જ્ઞાયકદળ ઉપર જોર દે અને દષ્ટિને થાપ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય પ્રગટશે.
-આત્મધર્મ અંક ૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૭
(૧૨૪) પ્રશ્ન- ધારણાજ્ઞાનથી આગળ વધાતું નથી તો કોના બળે આગળ વધાય છે?
ઉત્તર- દ્રવ્યના બળે આગળ વધાય છે. જ્ઞાયકભાવ, ચૈતન્યભાવ, દ્રવ્યભાવ એના તરફ પહેલાં જોર જવું જોઈએ. –આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૧
(૧૨૫) પ્રશ્ન:- સ્વાનુભવ મનજનિત છે કે અતીન્દ્રિય છે?
ઉત્તર- સ્વાનુભવમાં ખરેખર મન કે ઇન્દ્રિયનું અવલંબન નથી. તેથી તે અતીન્દ્રિય છે; પણ સ્વાનુભવમાં મતિશ્રુતજ્ઞાન છે ને મતિશ્રુતજ્ઞાન મનના કે ઈન્દ્રિયના અવલંબન વગર હોતો નથી તે અપેક્ષાએ સ્વાનુભવમાં મનનું અવલંબન પણ ગયું છે. ખરેખર મનનું અવલંબન તૂટ્ય તેટલો સ્વાનુભવ છે; સ્વાનુભવમાં જ્ઞાન અતીન્દ્રિય છે.
-આત્મધર્મ અંક ર૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ૨૮
(૧૨૬) પ્રશ્ન- નિર્વિકલ્પ અનુભૂતિમાં મનનો સંબંધ છૂટી ગયો છે એ વાત કેટલા ટકા સાચી ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com