________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧]
નિમિત્ત-ઉપાદાન
(૪૬૧) પ્રશ્ન- એક વસ્તુ બીજી વસ્તુની નથી તેથી એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી તો શાસ્ત્રમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધના લખાણો આવે છે તે ક્યાં ગયા?
ઉત્તર- એ તો નૈમિત્તિક ભાવ પોતાથી પરિણમે છે તે કાળે નિમિત્ત કોણ હતું તેનું જ્ઞાન કરાવવાના લખાણ શાસ્ત્રમાં છે. નિમિત્ત છે તે નિમિત્તમાં પરિણમે છે અને નૈમિત્તિક છે તે નૈમિત્તિકમાં પરિણમે છે. એક વસ્તુને બીજી વસ્તુ કાંઈ જ કરતી નથી, બે વસ્તુ જુદી જ છે તો એક વસ્તુ બીજી વસ્તુને કરે શી રીતે ?
-આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૫
(૪૬ર) પ્રશ્ન- નિમિત્ત તે ખરેખર કારણ નથી છતાં તેને કારણે કેમ કહ્યું?
ઉત્તર- જેને નિમિત્ત કહેવાય તે પદાર્થમાં તેવા પ્રકારની (–નિમિત્તરૂપ હોવાની) લાયકાત છે; તેથી અન્ય પદાર્થોથી તેને જુદું ઓળખાવવા માટે તેને નિમિત્તકારણ” એવી સંજ્ઞા આપી છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે તેથી તે પરને પણ જાણે છે, અને પરમાં નિમિત્તપણાની લાયકાત છે તેને પણ જાણે છે.
-આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૫૧
(૪૬૩) પ્રશ્ન- ઉપાદાનને અનુકૂળ નિમિત્ત છે અને નિમિત્તને અનુરૂપ ઉપાદાન છે. પણ એક બીજાને કોઈ કાંઈ કરતું નથી.-તો નિમિત્તનું કામ શું છે? ઉત્તર- ઘડો થવામાં કંદોઈ ન હોય પણ કુંભાર હોય એ બતાવવા કહ્યું છે.
–આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ 2
(૪૬૪) પ્રશ્ન:- ઘડો કુંભારથી તો થતો નથી પણ માટીથી પણ થાય નહિ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com