________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિમિત્ત-ઉપાદાનઃ ૧૪૫
ઉત્ત૨:- ઘડો ઘડાની પર્યાયના ષટ્કારથી સ્વતંત્ર થાય છે, માટી-દ્રવ્યથી પણ નહિ, માટી દ્રવ્ય તો કાયમ છે. ઘડો-રામપાત્ર આદિ પર્યાયો નવી નવી ઉત્પન્ન થાય છે ને પર્યાયો પોતાના ષટ્કારકથી સ્વતંત્ર થાય છે.
-આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, ટાઈટલ ૩ (૪૬૫ )
પ્રશ્ન:- ચોખા વર્ષો સુધી પડયા રહે પણ પાણીના નિમિત્ત વિના નહિ પાર્ક, પાણી આવશે ત્યારે પાકશે.
ઉત્ત૨:- ચોખા જ્યારે પાકશે ત્યારે તેના પોતાનાથી જ પોતાની યોગ્યતાથી જ પાકશે અને તે કાળે પાણી નિમિત્તરૂપ સહજ જ હશે આવો વસ્તુસ્વભાવ છે.
આહાહા! તે તે દ્રવ્યની તે તે કાળની પર્યાય યોગ્યતા અનુસાર જ થાય છે, તે તેનો સ્વકાળ છે ત્યારે થાય છે. તે થવા કાળે બાહ્ય ચીજને નિમિત્તપણાનો આરોપ આવે છે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે તો બીજું દ્રવ્ય ક્યાં રહ્યું ? અનંત દ્રવ્યો અસ્તિરૂપ છે તે દરેકને ભિન્ન ભિન્ન અસ્તિરૂપે માને ત્યારે શ્રદ્ધા-જ્ઞાન સાચા થશે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૪
(૪૬૬)
પ્રશ્ન:- આત્મામાં જે શુભાશુભ ભાવો થાય છે તેનું મૂળ ઉપાદાન કોણ ?
ઉત્ત૨:- અશુદ્ધ ઉપાદાનથી આત્મા પોતે શુભાશુભ ભાવમાં વ્યાપક થઈને કરતો હોવાથી આત્મા તેનો કર્તા છે અને શુદ્ધ ઉપાદાનથી જોઈએ તો પુણ્ય-પાપ ભાવ તે આત્માનો સ્વભાવભાવ ન હોવાથી અને તે પુદ્દગલના લક્ષે થતા હોવાથી તે પુદ્દગલનું કાર્ય છે. પુદ્દગલ તેમાં વ્યાપક થઈને કર્તા થાય છે. જ્યારે સ્વભાવ ઉપ૨ દષ્ટિ જાય છે ત્યારે જ્ઞાની યોગ અને ઉપયોગ (રાગ) નો સ્વામી થતો ન હોવાથી જ્ઞાની તેનો કર્તા નથી પણ જ્ઞાનીના જ્ઞાનમાં રાગ નિમિત્ત થાય છે.
-આત્મધર્મ અંક ૪૦૪, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૪
(૪૬૭)
પ્રશ્ન:- દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર અને નિરપેક્ષ છે છતાં જ્યારે જીવને રાગ થાય ત્યારે જ ૫૨માણુ કર્મરૂપે કેમ પરિણમે છે?
ઉત્ત૨:- જીવને રાગ થયો તેથી પરમાણુ કર્મરૂપે પરિણમ્યા નથી પણ પરમાણુનું કર્મરૂપે પરિણમન થવાનો તે જ સ્વકાળ હોવાથી જીવના રાગની અપેક્ષા વિના જ સ્વતંત્રપણે પરમાણુ કર્મરૂપે પરિણમે છે. એવો જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સહજ છે. આ બહુ સૂક્ષ્મ વાત છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધની સહજતાનું અજ્ઞાનીને
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com