________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬: જ્ઞાનગોષ્ઠી
ભાન નહિ હોવાથી જ બે દ્રવ્યોમાં કર્તા-કર્મનો ભ્રમ થાય છે. દરેક દ્રવ્યના પરિણમનને પરની અપેક્ષા જ નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર જ પરિણમી રહ્યા છે. -આત્મધર્મ અંક ૩૯૮, ડિસેમ્બર ૧૯૬૭, પૃષ્ઠ ૧૩ (૪૬૮)
પ્રશ્ન:- જીવ દ્રવ્ય બીજા દ્રવ્યો દ્વારા ઉપકૃત હોય છે–એમ શાસ્ત્રોમાં કથન આવે છે; કૃપા કરીને અભિપ્રાય ખુલાસા કરશોજી ?
ઉત્ત૨:- શાસ્ત્રોનાં લખાણમાં વ્યવહારના કથનમાં એમ આવે કે જીવને અન્ય દ્રવ્યો ઉપકાર કરે છે એટલે એનો અર્થ એ છે કે એક દ્રવ્યના કાર્યકાળે બીજા દ્રવ્યની પર્યાય નિમિત્ત માત્ર ઉપસ્થિતિ માત્ર ધર્માસ્તિકાયવત્ છે. તે જ ઈષ્ટોપદેશમાં કહ્યું છે. સમયસાર ગાથા ત્રીજીમાં કહ્યું છે ને! કે એક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને સ્પર્શે છે પણ બીજા દ્રવ્યને સ્પર્શતું કે અડતું નથી. એક દ્રવ્યની પર્યાયમાં બીજા દ્રવ્યની પર્યાયનો અત્યંત અભાવ છે તે બીજાને કરે શું?
-આત્મધર્મ અંક ૪૩૦, ઓગષ્ટ ૧૯૭૯, પૃષ્ઠ ૨૫ (૪૬૯)
પ્રશ્નઃ- દ્રવ્ય જ ઉપાદાન કારણ હોઈ શકે, પર્યાય નહિ એ માન્યતા બરાબર છે?
ઉત્ત૨:- પર્યાય ઉપાદાન કારણ ન હોય પણ દ્રવ્ય જ ઉપાદાન કારણ હોઈ શકે-એ માન્યતા બરાબર નથી. દ્રવ્યાર્થિકનયથી ઉપાદાન કારણ દ્રવ્ય છે એ વાત બરાબર છે, કેમકે દરેક પર્યાય દ્રવ્ય અને ગુણનું જ પરિણમન છે. તે એટલું બતાવે છે કે આ પર્યાય આ દ્રવ્યની દષ્ટાંત:- માટીમાં ઘડો થવાની સદા લાયકાત છે એમ બતાવવું તે દ્રવ્યાર્થિકનયે છે, એટલે કે માટીનો ઘડો માટીમાંથી જ થઈ શકે, બીજા દ્રવ્યમાંથી ન થઈ શકે. પણ પર્યાયાર્થિકનયે એટલે કે જ્યારે પર્યાયની યોગ્યતા બતાવવી હોય ત્યારે દરેક સમયની પર્યાયની યોગ્યતા તે ઉપાદાન કારણ છે અને તે પર્યાય પોતે કાર્ય છે. સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવે તો કારણ-કાર્ય એક જ સમયે હોય છે. (જુઓ, તત્ત્વાર્થસાર મોક્ષ અધિકાર ગાથા ૩૫ તથા તેનો અર્થ પૃ. ૪૦૭) આનો અર્થ એવો છે કે દરેક સમયે દરેક દ્રવ્યમાં એક જ પર્યાય થવાની લાયકાત હોય છે, પણ તેની પહેલાંના સમયની કે પછીની પર્યાયમાં તે લાયકાત હોતી નથી. આ કથન પર્યાયાર્થિકનયે સમજવું.
-આત્મધર્મ અંક ૫૧, પોષ ૨૪૭૪, પૃષ્ઠ ૪૫ (૪૭૦)
પ્રશ્ન:- ધર્મનું નિમિત્ત કોને હોય છે?
ઉત્ત૨:- અજ્ઞાનીને તો પોતામાં ધર્મભાવ જ પ્રગટયો નથી, એટલે તેને માટે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com