________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિમિત્ત-ઉપાદાનઃ ૧૪૭ ધર્મનું નિમિત્ત જ કોઈ નથી; કેમકે કાર્ય થયા વગર નિમિત્ત કોનું? અજ્ઞાનીને પોતામાં ધર્મરૂપી કાર્ય થયું નથી તેથી ધર્મનાં નિમિત્તોનો પણ તેને નિષેધ વર્તે છે.
જ્ઞાનીને અંતરસ્વભાવના ભાન વડે પોતાના ભાવમાં ધર્મ પ્રગટયો છે એટલે તેને જ ધર્મના નિમિત્તો હોય છે; પણ તેની દષ્ટિમાં નિમિત્તોનો નિષેધ વર્તે છે ને સ્વભાવનો આદર વર્તે છે.
આ રીતે નિમિત્તને લીધે ધર્મ થાય એમ જે માને છે તેને તો ધર્મના નિમિત્ત જ હોતા નથી, અને જેને ધર્મનાં નિમિત્ત હોય છે એવા જ્ઞાની નિમિત્તને લીધે ધર્મને માનતા નથી.
-આત્મધર્મ અંક ૧૨૩, પોષ ૨૪૮૦, પૃષ્ઠ ૧૧
(૪૭૧ )
પ્રશ્ન:- આ પરમાગમમંદિર આદિને કોઈ જીવે કર્યા વિના એની મેળે થઈ ગયા છે તો જીવે કાંઈ કર્યું નથી ?
ઉત્ત૨:- પુદ્દગલો તેના સ્વકાળે પરિણમીને પરમાગમમંદિર આદિ રૂપે થયા છે, જીવે તેમાં કાંઈ કર્યું નથી. જીવે પોતામાં શુભભાવ કર્યા હતા પણ તેનાથી થયું નથી. ૫૨માણુઓ સ્વતંત્રપણે કર્તા થઈને ૫૨માગમમંદિર આદિ કાર્યરૂપ થયા છે.
-આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૯
(૪૭૨ )
પ્રશ્ન:- કેવળજ્ઞાનાવરણી કર્મની એવી તાકાત છે કે કેવળજ્ઞાન ન થવા દે? કેવળજ્ઞાનને રોકે છે?
ઉત્ત૨:- કર્મ તો આત્માથી ભિન્ન વસ્તુ છે. કેવળજ્ઞાનાવરણીકર્મ કેવળજ્ઞાનને રોકતું નથી. ત્યાં તો કર્મ-પરમાણુના પરિણમનની ઉત્કૃષ્ટશક્તિ કેટલી છે તે બતાવવા કેવળજ્ઞાનાવરણી કર્મથી કેવળજ્ઞાન થતું નથી તેમ નિમિત્તથી કહ્યું છે પણ કેવળજ્ઞાન કાંઈ તે કર્મના કારણે રોકાતું નથી પણ પોતાની શક્તિના-હીણા પરિણમનરૂપ યોગ્યતાથી પરિણમે છે ત્યારે કર્મને નિમિત્ત કહેવાય છે.
-આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૬
(૪૭૩)
પ્રશ્ન:- અજ્ઞાનીને તો નિમિત્ત ખરેખર જ્ઞેય પણ નથી; એમ આપ કહો છો તે કેવી રીતે?
ઉત્ત૨ઃ- જ્ઞાન વગર જ્ઞેય કોનું? જેમ લોકાલોક તો સદાય છે, પણ જ્યારે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com