________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮: જ્ઞાનગોષ્ઠી કેવળજ્ઞાન પ્રગટ કર્યું ત્યારે લોકાલોક તેના શય થયા. કેવળજ્ઞાન થયા પહેલાં લોકાલોક તેનું શેય ન હતું પણ સ્વાશ્રયે કેવળજ્ઞાન થયું ત્યારે તે તેનું શેય થયું. તેમાં નીચલી દશામાં પણ ખરેખર તો રાગાદિ અને નિમિત્તો તે જ્ઞાનનું ય જ છે, પણ ખરેખર તેને જ્ઞાનનું શેય ક્યારે કહેવાય? કે હું તે રાગ અને નિમિત્તોથી ભિન્ન છું એમ સ્વસમ્મુખ થઈને જો આત્માનું જ્ઞાન પ્રગટ કરે તો તે જ્ઞાન રાગ અને નિમિત્તને પરશય તરીકે યથાર્થ જાણે, અને ત્યારે તેને શેય કહેવાય. રાગાદિ કે નિમિત્ત તે જ્ઞાનના કર્તા તો નથી પણ અજ્ઞાનીને તો તે ખરેખર જ્ઞાનનું જ્ઞય પણ નથી, કેમ કે તેનામાં સ્વાશ્રિત જ્ઞાન જ ખીલ્યું નથી, તેનું જ્ઞાન રાગમાં જ એકાકાર થઈ જતું હોવાથી, રાગને ય કરવાની તાકાત તેના જ્ઞાનમાં ખીલી નથી. રાગથી જુદો પડ્યા વગર રાગને જ્ઞય કરવાની જ્ઞાનની તાકાત ખીલે ત્યારે રાગ અને નિમિત્તથી ભિન્ન આત્મસ્વભાવને જાણ્યા વગર રાગને રાગ તરીકે અને નિમિત્તને નિમિત્ત તરીકે જાણશે કોણ ? જાણનારું જ્ઞાન તો રાગ અને નિમિત્તની રુચિમાં અટકી પડયું છે આત્માની રુચિ તરફ વળ્યા વગર, અને રાગ તથા નિમિત્તની રુચિ ટળ્યા વગર નિમિત્તનું અને વ્યવહારનું સાચું જ્ઞાન થાય નહિ. જ્યારે સ્વાશ્રયે જ્ઞાનસ્વભાવની પ્રતીતિ કરીને જ્ઞાનસ્વભાવને જ સ્વષ્ણય કર્યો ત્યારે સ્વ-પર પ્રકાશક જ્ઞાન સામર્થ્ય ખીલતાં નિમિત્ત વગેરે પણ તેના વ્યવહાર જ્ઞય થયાં.
-આત્મધર્મ અંક ૮૨, શ્રાવણ ૨૪૭૬, પૃષ્ઠ ૨૦૬
(૪૭૪) પ્રશ્ન- અરહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને પહેલાં જાણવાનું કહ્યું છે ને?
ઉત્તર- એ અરહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયનું લક્ષ છોડીને પોતાને ઓળખે તો ભેદજ્ઞાન થાય અને ત્યારે તેને નિમિત્ત કહેવાય.
-આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૬
(૪૭૫) પ્રશ્ન- સમયસારની પહેલી ગાથામાં કહ્યું કે અનંત સિદ્ધોને તારી પર્યાયમાં સ્થાપન કરું છું. પણ અનંતા સિદ્ધો તો પરદ્રવ્ય છે ને? તારી પર્યાયમાં અતભાવરૂપ છે ને? તેનું સ્થાપન શી રીતે થશે?
ઉત્તર- તો કહે છે કે તે અનંતા સિદ્ધો પર્યાયમાં ભલે અતભાવરૂપ હો પણ તે અનંતા સિદ્ધોની પ્રતીત પર્યાયમાં આવી જાય છે, તેથી અનંતા સિદ્ધોનું સ્થાપન કરવાનું કહ્યું છે. જેમ અધ્યવસાનનો ત્યાગ કરાવવા બાહ્યવસ્તુનો ત્યાગ કરાવવામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com