________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યજ્ઞાન: ૯૧ અંગનું કર્યું હતું તે ખંડખંડ જ્ઞાન પરવશ હોવાથી દુઃખનું કારણ હતું. અખંડ આત્માનું જ્ઞાન કર્યા વિનાનું અગિયાર અંગનું જ્ઞાન નાશ પામતા કાળક્રમે નિગોદમાં પણ તે જીવ ચાલ્યો જાય છે. અખંડ આત્માનું જ્ઞાન કરવું તે જ મૂળ વસ્તુ છે. એના વિના ભવભ્રમણનો અંત નથી.
-આત્મધર્મ અંક ૪૨૩, જાન્યુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૭
(૨૯૪) પ્રશ્ન:- આચાર્યદવે કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં કઈ અપેક્ષાથી સમાનતા કહી છે?
ઉત્તર:- ભગવાન કેવળી કેવળજ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને અનુભવતા હોવાથી કેવળી છે, તેમ આચાર્યદવ કહે છે કે અમે પણ શ્રુતજ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને અનુભવતા હોવાથી શ્રુતકેવળી છીએ. માટે વિશેષ જાણવાની આકાંક્ષાથી બસ થાઓ! સ્વરૂપ નિશ્ચળ જ રહીએ છીએ. આહાહા! જુઓ મુનિઓ પોતાની દશાની વાત કરે છે કે કેવળીની જેમ અમે પણ કેવળ શુદ્ધ આત્માને અનુભવતા હોવાથી શ્રુતકેવળી છીએ. જેમ અમૃતકુંડને કોઈ સૂર્યના પ્રકાશથી દેખે અને બીજો દીવાના પ્રકાશથી દેખે એ દેખાતી વસ્તુમાં ફેર નથી તેમ કેવળી કેવળજ્ઞાન સૂર્ય વડે અમૃતકુંભ આત્માને દેખે છે અને શ્રુતકેવળી દીપક સમાન શ્રુતજ્ઞાન વડે અમૃતકુંભ આત્માને દેખે છે. સૂર્ય અને દીપકના પ્રકાશમાં ફેર છે પણ તે વડે દેખાતી વસ્તુમાં ફેર નથી. એમ કહીને કેવળી સાથે સમાનતા કરી છે.
–આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૨૮
(૨૯૫) પ્રશ્ન- સૂક્ષ્મ ઉપયોગ એટલે શું?
ઉત્તર- અંદર આત્મા ધ્રુવવસ્તુ પડી છે તેને પકડે તે ઉપયોગ સૂક્ષ્મ છે, પુણ્યપાપ પરિણામમાં રોકાય તે ઉપયોગ સ્થૂલ છે.
–આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૩૦
(૨૯૬) પ્રશ્ન:- ઉપયોગ સૂક્ષ્મ કેમ થાય?
ઉત્તર:- અંદરમાં આત્મવસ્તુ અચિંત્ય સામર્થ્યવાળી પડી છે તેની રુચિ કરે તો ઉપયોગ સૂક્ષ્મ થઈને અંદરમાં વળે છે. -આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ 30
(૨૯૭) પ્રશ્ન- ધારણાનો વિષય તો આત્મા નથી ને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com