________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪: જ્ઞાનગોષ્ઠી
ઉત્તર- રાગ છે તો જીવના પરિણામ પણ પરના લક્ષે થાય છે, જીવનો સ્વભાવ નથી, ઉપાધિ ભાવ હોવાથી કાઢી નાખવા માટે તેને પુદ્ગલકર્મનો કહ્યો છે.
–આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૦-૨૧
(૧૭૭) પ્રશ્ન- રાગ આત્માનો નથી તો શું રાગ જડમાં થાય છે?
ઉત્તર- રાગ તે જીવનું સ્વાભાવિક પરિણામ ન હોવાથી શુભાશુભ રાગને જડ અને અચેતન કહ્યો છે. રાગ તે આત્માનું સ્વરૂપ જ નથી. ચૈતન્યપુંજ રાગરૂપે થયો જ નથી. આત્માના ભાન વિના અનંતવાર નવમી ગ્રેવક ગયો પણ સમ્યગ્દર્શન વિના લેશ પણ સુખ પામ્યો નથી. અલિંગગ્રહણના બોલમાં પણ યતિની ક્રિયા-પંચ મહાવ્રત આદિનો આત્મામાં અભાવ કહ્યો છે. સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ માં પણ કહ્યું કે જાણ નક્રિયારૂપ આત્મા અને ક્રોધિત ક્રિયારૂપ આસ્રવો અત્યંત ભિન્ન છે, તેના પ્રદેશો ભિન્ન હોવાથી બે વસ્તુની સત્તા જ જાદી છે તેમ કહ્યું છે. વાત એ છે કે આસ્રવ ઉપરથી દષ્ટિ ઉઠાવી લે અને દ્રવ્ય ઉપર દૃષ્ટિ દે. જ્યાં તારી વસ્તુ નથી, ત્યાંથી દષ્ટિને ઉઠાવી લે ને તારી વસ્તુ ઉપર દષ્ટિ મૂક તો તને સુખ અને શાંતિ થશે.
-આત્મધર્મ અંક ૩૯૯, જાન્યુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૨૦-૨૧
(૧૭૮). પ્રશ્નઃ- શું રાગ આત્માથી જુદો છે અને શું તે નિષેધ કરવા યોગ્ય છે? ઉત્તર:- હા, રાગ આત્માથી જાદો છે.
રાગમાં જ્ઞાનગુણ નથી; જેમાં જ્ઞાનગુણ ન હોય તેને આત્મા કેમ કહેવાય ? માટે રાગ તે આત્મા નથી. આત્માની શક્તિના નિર્મળ પરિણામથી રાગના પરિણામ જુદા છે. આત્માથી જુદા કહો કે નિષેધવાયોગ્ય કહો; મોક્ષાર્થીને જેમ પરાશ્રિત રાગનો નિષેધ છે તેમ પરાશ્રિત એવા સઘળાય વ્યવહારનો પણ નિષેધ જ છે. રાગ અને
વ્યવહાર બંને એક જ કક્ષામાં છે, બંને પરાશ્રિત હોવાથી નિષેધયોગ્ય છે; ને તેનાથી વિભક્ત ચૈતન્યનો એકત્વસ્વભાવ તે જ પરમ આદરણીય છે.
-આત્મધર્મ અંક ૨૫૮, એપ્રિલ ૧૯૬૫, પૃષ્ઠ ૯
(૧૭૯) પ્રશ્ન- “જ્ઞાનમાં રાગ નથી ? એક કહ્યું, તો જીવને જ્યાં સુધી રાગ હોય ત્યાં સુધી તે જ્ઞાની નથી-એમ થયું?
ઉત્તર:- ભાઈ, જે રાગ છે તે જ્ઞાનીને પોતાના જ્ઞાનભાવથી એકમેક નથી ભાસતો પણ જુદો જ ભાસે છે, એટલે “જ્ઞાની” ખરેખર રાગમાં નથી પણ જ્ઞાનભાવમાં જ છે.-આ વાત બરાબર સમજાય તો તને ખબર પડે કે જ્ઞાની શું કરે છે? રાગ વખતે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com