________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩): જ્ઞાનગોષ્ઠી
૨. જે રાગ-દ્વેષને પોતાના માની રાખવા જેવા ગણે અને શરીરાદિ જડનો
પોતાને કર્તા માને તે અર્જન. ૩. અર્જન એટલે જગત (વિકાર) નો સેવક. ૪. અજૈન એટલે સંસારમાં રખડવાનો કામી. ૩૦.
-આત્મધર્મ અંક ૯, શ્રાવણ ૨૦OO, પૃષ્ઠ ૧૫૩
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દૃષ્ટિ નિમિત્તને સ્વીકારતી નથી, પોતામાં થતાં રાગદ્વેષને સ્વીકારતી નથી, અરે! પોતામાં થતી નિર્મળ પર્યાયને પણ સ્વીકારતી નથી. દષ્ટિનો વિષય અભેદ, અખંડ, એક આત્મા છે; તેમાં ભેદ પડે તે ભેદ જે દષ્ટિનો વિષય થતો નથી; પણ અવસ્થાનો વિષય થાય છે. એટલે દષ્ટિમાં રાગદ્વેષ છે જ નહિ. જ્ઞાનમાં તે જ્ઞય છે, ચારિત્રની અપેક્ષાએ તે ઝેર છે. દૃષ્ટિની અપેક્ષાએ રાગદ્વેષ જે જ્ઞાનીને થાય છે તે નિર્જરા અર્થ છે. જેટલી જેટલી નિર્મળ પર્યાય જ્ઞાનીને વધે તેટલા પ્રમાણમાં નૈમિત્તિક ભાવ અને પર નિમિત્ત છૂટતાં જાય છે, એવો નિમિત્ત-નૈમિત્તિક ભાવનો સંબંધ છે. ૩૧.
-આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨OO0, પૃષ્ઠ ૧૮૨
અપરાધ એટલે શું? આ આત્મા અનાદિથી સંસારમાં રઝળે છે. પરમાં સુખબુદ્ધિ માને છે એ રીતે આત્મા પોતાનો ગુન્હો કરે છે. પરથી સુખ માન્યું એટલે “મારામાં સંતોષ થાય તેવું નથી તેથી પર હોય તો મને સંતોષ થાય” એમ માન્યું તે પોતાનો અપરાધ છે.
આત્મા અનાદિ અનંત વસ્તુ છે; તેનો વીતરાગી સ્વભાવ છે છતાં તેની ખબર નથી એટલે મારા સંતોષ ખાતર જાણે પર પદાર્થ હોય તો ઠીક થાય એમ માને છે. આત્મા “મારું સુખ મારામાં છે” એમ નથી માનતો તે જ પોતાનો અપરાધ છે. ૩ર.
-આત્મધર્મ અંક ૧૨, આસો ૨000, પૃષ્ઠ ૧૯૨
અનેકાન્ત શું બતાવે છે? ૧. અનેકાન્ત વસ્તુને પરથી અસંગ બતાવે છે. “અસંગપણાની સ્વતંત્ર શ્રદ્ધા તે અસંગપણાની ખીલવટનો ઉપાય છે, પરથી જુદાપણું તે વસ્તુનો ધર્મ છે.”
૨. અનેકાન્ત વસ્તુને “સ્વપણે છે અને પરપણે નથી' એમ બતાવે છે. “પરપણે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com