________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતી: ૨૨૯
દષ્ટિભેદ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાત્વી બન્ને બહારમાં સમાન ક્રિયા કરે છે. દાન-ભક્તિ આદિ સમાન કરે છે, બન્નેને શુભભાવ છે છતાં અંદરની દષ્ટિમાં ફેર હોવાથી બંનેને જુદી જુદી જ જાતનાં પુણ્ય બંધાય છે. મિથ્યાત્વીને અંદર પુણ્યની ચિ અને કર્તાપણું છે તેથી તેને પાપાનુબંધી પુણ્ય બંધાય છે, અને સમ્યગ્દષ્ટિને અંદરમાં પુણ્યનો નકાર વર્તે છે. શુદ્ધભાવનું જ લક્ષ છે તેથી તેને એવા ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે કે જેના ફળમાં સત સ્વરૂપ સમજવાના ઉત્કૃષ્ટ નિમિત્ત મળશે. આ રીતે ક્રિયા સમાન હોવા છતાં દષ્ટિ ભેદે ફળમાં પણ ભેદ પડે છે (રાત્રિ ચર્ચામાંથી). ૨૭.
-આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨OO0, પૃષ્ઠ ૧૭૧
જૈન શાસન ૧. જૈન શાસન એટલે વીતરાગતા. ૨. અનેકાન્ત એ જૈન શાસનનો આત્મા. ૩. સ્યાદ્વાદ એ જૈન શાસનની કથન શૈલી. ૪. જૈન શાસન એટલે યુક્તિ અને અનુભવનો ભંડાર. ૫. જૈન શાસન એટલે દરેક દ્રવ્યોના સ્વરૂપને સંપૂર્ણ અને ત્રિકાળ સ્વાધીન (સ્વતંત્ર) બતાવનાર અનાદિ અનંત ધર્મ. ૨૮.
–આત્મધર્મ અંક ૯, શ્રાવણ ૨OO0, પૃષ્ઠ ૧૫૧
જૈન કોણ? ૧. રાગદ્વેષ ઉપર જીત મેળવી, સ્વરૂપને મેળવનાર તે જૈન. ૨. જૈન એટલે વીતરાગતાની મૂર્તિ. ૩. પોતાના ગુણના જોર વડે જે અવગુણને જીતે (નાશ કરે ) તે જૈન. ૪. જૈન એટલે મોક્ષનો અભિલાષી. પ. જૈન એટલે વીતરાગતાનો સેવક. ૨૯.
-આત્મધર્મ અંક ૯, શ્રાવણ ૨OO0, પૃષ્ઠ ૧૫ર
અજૈન કોણ? ૧. અવગુણથી જેના ગુણ જીતાઈ જાય (ઢંકાઈ જાય) તે અજૈન.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com