SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮: જ્ઞાનગોષ્ઠી આગમજ્ઞાન વગર હોય નહીં. અને આગમજ્ઞાન સર્વજ્ઞને જાણ્યા વગર હોય નહીં. એકેક આત્મા સર્વજ્ઞ સ્વરૂપ છે અને સર્વજ્ઞ થઈ શકે છે. ૨૩. -આત્મધર્મ અંક ૫, ચૈત્ર ૨૦૦૦, પૃષ્ઠ પ * ધર્મ કોઈ વસ્તુ અને તેનો સ્વભાવ જુદા હોય એમ કદી બને નહીં, એટલે કે વસ્તુનો સ્વભાવ સદાય વસ્તુમાં જ રહે. આત્માનો સ્વભાવ સદાય આત્મામાં જ રહે. સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ હોવાથી આત્મા પોતે જ ધર્મસ્વરૂપ છે. હવે જે વસ્તુ પોતે જ ધર્મસ્વરૂપ છે તેને ધર્મ માટે બહારની મદદની જરૂર કેમ રહે! આત્માનો ધર્મ સદાય આત્મામાં જ છે; કોઈ પરથી આત્માનો ધર્મ નથી. તું ગમે તે ક્ષેત્રે જા કે ગમે તે કાળ હોય તોપણ તારો ધર્મ તારાથી જુદો નથી. તું પોતે જ ધર્મ સ્વરૂપ હોવા છતાં તને તારી પોતાની જ ખબર અનાદિથી નથી તે કારણે તારામાં ધર્મ હોવા છતાં તે તને પ્રગટ અનુભવમાં આવતો નથી. અને તને તારા ધર્મસ્વરૂપમાં શંકા એ જ અધર્મ છે, અને તે કારણે જ સંસાર છે. તે અધર્મ ટાળવા તારા ધર્મસ્વભાવને ઓળખ-એ એક જ ઉપાય છે. ૨૪. -આત્મધર્મ અંક ૯, શ્રાવણ ૨૦૦૦, ટાઈટલ પૃષ્ઠ ૧ * સુખ એટલે શું ? આત્માનું સ્વાસ્થ્ય એ જ સુખ. સ્વાસ્થ્ય એટલે-આત્માનું લક્ષ ૫૨માં ન જવું અને પોતામાં ટકી રહેવું-તે સુખ છે. સુખનું લક્ષણ (નિશાની) આકુળતા રહિતપણું છે. પોતાના સુખસ્વરૂપનું ભાન એ જ સુખ છે. સુખસ્વરૂપના ભાન વિના કોઈ કાળે કોઈ ક્ષેત્રે કોઈને પણ સુખ હોઈ શકે નહીં. ૨૫. * દુઃખ એટલે શું? પોતામાં પોતાનું સુખ છે તે ભૂલીને ૫૨વસ્તુમાં પોતાની સુખબુદ્ધિ જ દુઃખ છે. આત્માને પોતાના સુખ માટે ૫૨ વસ્તુની ઈચ્છા એ જ દુ:ખ છે. આત્મા પોતાના દુઃખ રહિત સુખ સ્વરૂપને જાણતો નથી એટલે પોતાનું સુખ ૫૨થી (૫૨ના આધારે ) માને છે તે માન્યતા જ દુઃખનું કારણ છે. ૨૬. -આત્મધર્મ અંક ૯, શ્રાવણ ૨૦૦૦, પૃષ્ઠ ૧૫૪ * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy