________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતીઃ ૨૨૭ બંધને ગૌણ કરી બંધ ગણવામાં આવતો નથી. ૧૯.
-આત્મધર્મ અંક ૭, જેઠ ૨OO0, પૃષ્ઠ ૧૨૦
જૈન ધર્મ જૈન ધર્મ કોઈ વ્યક્તિના કથન, પુસ્તક, ચમત્કાર કે વિશેષ વ્યક્તિ પર નિર્ભર નથી. તે તો સત્યનો અખંડ ભંડાર, વિશ્વનો ધર્મ છે. અનુભવ તેનો આધાર છે, યુક્તિવાદ તેનો આત્મા છે. એ ધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહીં. પદાર્થોનાં સ્વરૂપનો તે પ્રદર્શક છે. ત્રિકાળ અબાધિત સત્યરૂપ છે. વસ્તુઓ અનાદિ અનંત છે. તેનું સ્વરૂપ પ્રકાશક તત્ત્વજ્ઞાન પણ અનાદિ અનંત છે. ૨૦.
-આત્મધર્મ અંક ૨, પોષ ૨OO0, પૃષ્ઠ ૧૩
ત્યાગ જ્ઞાનમૂર્તિ નિર્મળ ચૈતન્યઘન આનંદસ્વરૂપ છું; મારું સુખ મારામાં છે એવી દષ્ટિના જોરમાં રાગ ટાળ્યો અને રાગ ટાળતાં રાગના નિમિત્ત સહજ ટળ્યાં તે જ ત્યાગ જ્ઞાન ગર્ભિત છે, અને તે જ સત્ય ત્યાગ છે. બાકી તો જેને આત્માનું ભાન નથી તે તો માત્ર “આ બાયડી છોકરામાં સુખ નથી માટે ચાલો છોડી દઈએ” એવા દ્વષ ભાવથી ત્યાગ કરે છે, તે ત્યાગી નથી પણ અંતરમાં તેને ભોગની રુચિ પડી છે. ૨૧.
-આત્મધર્મ અંક ૪, ફાગણ ૨OO0, પૃષ્ઠ ૧૮
ત્યાગ એટલે શું? પરનો ત્યાગ તો આત્માને નથી, પણ રાગદ્વેષનો ત્યાગ તે પણ નામમાત્ર (કહેવામાત્ર) છે. રાગના ત્યાગનું કર્તાપણું દ્રવ્યદૃષ્ટિએ આત્માને નથી. પોતાના સ્વભાવમાં સ્થિર રહેતાં રાગદ્વેષ સહેજે ટળી જાય છે, તે ત્યાગ કહેવાય છે–તે પણ વ્યવહાર છે. ૨૨.
–આત્મધર્મ અંક ૮, અષાઢ ૨OO0, પૃષ્ઠ ૧૩૨
જૈન દર્શન એટલે! વસ્તુ અનાદિ અનંત છે, ધર્મ તે વસ્તુનો સ્વભાવ છે, તેથી ધર્મ અનાદિ છે કોઈ વ્યક્તિએ ધર્મ ઉત્પન્ન કર્યો નથી. દરેક વસ્તુ પોતાના સ્વભાવે પરિપૂર્ણ છે તેનો પ્રદર્શક તે જૈન ધર્મ જૈન ધર્મ એટલે વિશ્વધર્મ આત્માનો સ્વભાવ ત્રિકાળી છે તેમાં જે એક સમય પૂરતી વિકારી પર્યાય તેનું લક્ષ ગૌણ કરીને અખંડ પરિપૂર્ણ સ્વભાવનું દર્શન કરાવવું તે જૈન દર્શન. એક સમય પૂરતો વિકાર સ્વરૂપમાં નથી. તત્ત્વનો નિર્ણય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com