________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪)
કર્તા-કર્મ
(૨૮) પ્રશ્ન- અમે આખો દિવસ સવારથી સાંજ સુધી પરના કાર્ય કરીએ છીએ ને ન કરવું તેમ આપ કહો છો?
ઉત્તર- પરનું ન કરવું એમ નહિ, પણ પરનું કાર્ય કરી શકતો જ નથી. ન કરવું એમાં તો પરનું કરી શકે છે પણ કરવું નહિ એમ આવે છે (-એવો અર્થ થાય છે) પણ અહીં તો આત્મા શરીરાદિ પરદ્રવ્યનું કાર્ય કિંચિત્માત્ર પણ કરી શકતો જ નથી. પરનું કરવાની એનામાં શક્તિ જ નથી છતાં પણ હું આખો દિવસ પરના કાર્ય કરું છું તેમ માનવું એ જ મિથ્યાત્વનું મોટું પાપ છે. એક વસ્તુ અન્ય વસ્તુની બહાર લોટે છે. અન્ય વસ્તુથી બહાર લોટતી વસ્તુ અન્યને શું કરી શકે? પાણીથી બહાર લોટતી અગ્નિ પાણીને અડ્યા વિના ગરમ શી રીતે કરી શકે? શાકથી બહાર લોટતી છરી શાકના કટકા શી રીતે કરે? શાકના કટકાની પર્યાય વસ્તુથી પોતાથી જ સ્વયં થાય છે, તેને બહાર લોટતી વસ્તુ અડતી જ નથી તો તેને કરે શું? સમયસાર ગાથા ૩ માં કહ્યું છે કે દરેક વસ્તુ પોતાના ગુણ-પર્યાયને સ્પર્શે છે, ચુંબે છે પણ અન્ય વસ્તુને અડતી કે સ્પર્શ કરતી નથી, તો અન્ય વસ્તુ અન્ય વસ્તુને કરે શું? સ્ત્રીનો હાથ વેલણની બહાર લોટે છે વેલણ રોટલીથી બહાર લોટે છે, તો બહાર લોટતી વસ્તુ અન્ય વસ્તુને કરે શું? માત્ર કર્તાપણાનું અભિમાન અજ્ઞાની કરે છે. દરેક વસ્તુ પોતપોતાથી સ્વતંત્ર પરિણમે છે. એવો સર્વજ્ઞ ભગવાનનો દિવ્યધ્વનિમાં ઢંઢેરો છે, છતાં એક દ્રવ્યને હું કરી શકું છું. પલ્ટી શકું છું-એવી માન્યતામાં અનંતા પદાર્થોને હું પલ્ટી શકું છું-એમ માને છે તે મિથ્યાષ્ટિ છે.
-આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૨૮ (૨૯)
પ્રશ્ન:- જો કાંઈક બીજાની સેવા વગેરે પરમાર્થના કામ કરીએ તો કાંઈક કર્યું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com