________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા-કર્મ: ૧૭૧ કહેવાય, એકલા પોતાનું કરે ને બીજાનું કાંઈ ન કરે એમાં શું? પોતાનું પેટ તો કૂતરાંય ભરે છે !
ઉત્તરઃ- પરનું કાંઈક કરવું તે પરમાર્થ-એ વાત જ તદ્દન ખોટી છે. લોકોને મોટો ભ્રમ ઘરી ગયો છે કે પરનાં કામ કરવા તે પરમાર્થ છે. પણ પરમાર્થની એવી વ્યાખ્યા નથી. પરમાર્થ પરમ પદાર્થ એટલે (પરમ + અર્થ) પરમ પદાર્થ-ઉત્કૃષ્ટ પદાર્થ; તો આત્મા છે, તેને ઓળખવો તે જ સાચો પરમાર્થ છે, અથવા પરમ પદાર્થ એટલે મોક્ષ, તેનો ઉપાય કરવો એટલે કે આત્માની સમજણ કરવી તે જ પરમાર્થ છે. પરંતુ હું પરની સેવા વગેરે કામ કરી શકું એમ માનવું તે પરમાર્થ નથી, પણ એ માન્યતામાં તો આત્માના પરમાર્થનું ખૂન થાય છે. કોઈ આત્મા પરનાં કામ કરી શકતો જ નથી.
-આત્મધર્મ અંક ૭૪, માગશર ૨૪૭૬, પૃષ્ઠ ૩૪-૩૫ (પ૩૦)
પ્રશ્ન:- આ ધર્મથી સમાજને તો કાંઈ લાભ થયો નહિ?
ઉત્તર:- વસ્તુનું સત્ય સ્વરૂપ તો આ પ્રમાણે જ છે. સમાજના જીવોને સત્યથી લાભ થાય કે અસત્યથી ? બધાને સત્યથી જ લાભ થાય. જે સત્યથી એકને લાભ થાય તેનાથી જ અનંતને લાભ થાય. સંસારના જીવો સત્ય વસ્તુસ્વરૂપ સમજ્યા નથી તેથી જ તેઓ દુઃખી છે, જો સત્ય વસ્તુ સ્વરૂપ સમજે તો દુઃખ ટળે અને સુખનો લાભ થાય. સત્ય સમજ્યા વગર કોઈને લાભ થાય નહિ અને સત્યથી કદી કોઈને નુકશાન થાય નહીં. જે જીવોને નુકશાન થાય છે તે તેમને પોતાના અસત્ય ભાવનું (-મિથ્યા સમજણથી) જ થાય છે. આ સત્યમાં તો લાભનો જ ધંધો છે, તેમાં કોઈને નુકશાન છે જ નહિ.
-આત્મધર્મ અંક ૭૪, માગશર ૨૪૭૬, પૃષ્ઠ ૩૫
(૫૩૧) પ્રશ્ન- નિશ્ચયથી તો જીવ પરનું ન કરે, વ્યવહારથી પરનું કરી શકે એવો અનેકાંત તો માનવો જોઈએ?
ઉત્તર- તેની માન્યતા ખોટી છે. એવું માનવાવાળાને નિશ્ચય અને વ્યવહારનું જ્ઞાન જ નથી. નિશ્ચયનયથી કે વ્યવહારનયથી આત્મા પરનું કરી શકતો જ નથી. પરની ક્રિયા સ્વતંત્રપણે થાય તેનું જ્ઞાન કરવું અને તે વખતના નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે “આણે આ કર્યું' એમ ઉપચારથી માત્ર કહેવું તે વ્યવહાર છે. પણ જીવ પરનું વ્યવહાર કરી શકે છે એમ માનવું તે વ્યવહારનય નથી તે તો મિથ્યાત્વ છે.
-આત્મધર્મ અંક પ૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૭૬
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com