________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨: જ્ઞાનગોષ્ઠી
પ્રશ્ન- શું અજ્ઞાનીને પ્રથમથી જ આત્માની વાત કહેવી જોઈએ ?
ઉત્તર- સમયસારની ગાથા ૮ માં આચાર્યદવે આત્મા આનંદ સ્વરૂપ છે તેને ઓળખવાનું સમજાવ્યું છે. પહેલા દ્વીપ સમુદ્ર, લોકની રચના આદિને ઓળખવાનું કે વ્રતાદિ કરવાનું કહ્યું નહિ, પણ શુદ્ધાત્માને ઓળખવાનું સમજાવ્યું છે, ને સમજવા આવનાર પણ હજુ આત્માને સમજ્યો નથી છતાં જિજ્ઞાસાથી ટગ ટગ જોઈ રહ્યો છે. તેને કહે છે કે જે દર્શન-જ્ઞાન-ચારિત્રને હંમેશાં પ્રાપ્ત થાય તેને આત્મા કહે છે. આમ વ્યવહારી જીવોને પણ પહેલા શુદ્ધ આત્મા જ સમજાવ્યો છે. અનાદિના બંધન છૂટીને મુક્તિ કેમ થાય તે આચાર્યદવ અજ્ઞાનીને સમજાવે છે.
-આત્મધર્મ અંક ૪૦૩, મે ૧૯૭૭, પૃષ્ઠ ૯
પ્રશ્ન:- જીવને શરીરવાળો કે રાગવાળો કહેવો એ તો વ્યવહારથી કથન છે પણ જીવને સમ્યગ્દર્શનવાળો તો કહેવાય ને?
ઉત્તર- જીવને સમ્યગ્દર્શનવાળો કહેવો એ પણ પર્યાયથી કથન છે, જીવ તો વિજ્ઞાનઘન સ્વરૂપ છે. સમ્યગ્દર્શન પર્યાય તો એક અંશ છે, ને જીવ ત્રિકાળી વિજ્ઞાનઘનસ્વરૂપ છે.
-આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૨
(૫) પ્રશ્ન- સમ્યગ્દર્શન અને આત્મા ભેદરૂપ છે કે અભેદરૂપ?
ઉત્તરઃ- સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાય અને આત્મા અભેદ છે. રાગને અને આત્માને તો સ્વભાવભેદ છે, આ સમ્યગ્દર્શન અને શુદ્ધ આત્મા અભેદ છે, પરિણતિ સ્વભાવમાં અભેદ થઈને પરિણમી છે, આત્મા પોતે અભેદપણે તે પરિણતિરૂપે પરિણમ્યો છે, તેમાં ભેદ નથી. વ્યવહારસમ્યગ્દર્શન જે વિકલ્પરૂપ છે તે કાંઈ આત્મા સાથે અભેદ નથી.
-આત્મધર્મ અંક ર૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ 10
(૬) પ્રશ્ન- ક્યાંક-ક્યાંક શુદ્ધ પર્યાય ને આત્મા કહેલ છે, તેનો આશય શું?
ઉત્તર:- અલિંગગ્રહણના ૨૦માં બોલમાં ધ્રુવને સ્પર્શતો નથી એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહ્યું. ત્યાં વેદનની અપેક્ષાએ કહ્યું છે, કેમ કે આનંદનું વેદન પરિણતિમાં છે, ત્રિકાળીનું વેદન થતું નથી. તેથી વેદનમાં આવ્યો તે હું-એમ કહ્યું છે. જ્યાં જે આશય હોય તે સમજવો જોઈએ. અહીં સમ્યગ્દર્શનની વાત છે, સમ્યગ્દર્શનનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com