________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૩ર: જ્ઞાનગોષ્ઠી
આત્માને ઓળખ્યા વગર છૂટકો નથી. વસ્તુના ભાન વગર જઈશ ક્યાં ? તારું સુખ-શાંતિ તે તારી વસ્તુમાંથી આવે છે કે બહારથી? તું ગમે તે ક્ષેત્રે જા પણ તું તો તારામાં જ રહેવાનો ! તારું સુખ સ્વર્ગમાંથી નથી આવવાનું; તું તારાથી કોઈ કાળે કે કોઈ ક્ષેત્રે જુદો પડવાનો નથી. માત્ર તારા ભાનના અભાવે જ તું દુઃખી થઈ રહ્યો છો. તે દુ:ખ દૂર કરવા માટે ત્રણે કાળના જ્ઞાનીઓ એક જ ઉપાય બતાવે છે કેઆત્માને ઓળખો.” ૩૬. -આત્મધર્મ અંક ૭, જેઠ ૨૦OO, ટાઈટલ પૃષ્ઠ 3
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે ? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. ૩૭.
જે સુખ પોતામાં ભરેલું છે તેને જાણતો કે ભોગવતો નથી અને પરવસ્તુ કે જેમાં કદી પણ પોતાનું સુખ નથી તેમાંથી સુખ ભોગવવાની વ્યર્થ મહેનત અનાદિથી કરે છે.
–આત્મધર્મ અંક ૭, જેઠ ૨OO0, પૃષ્ઠ ૧૧૧
“હું ચિદાનંદ અસંયોગી આત્મા પૂર્ણ જ્ઞાનસ્વરૂપ નિર્મળ છું, મારે અને પરને કાંઈ પણ સંબંધ નથી. એવું ભાન થયા પછી સ્વરૂપમાં ટકવારૂપ પુરુષાર્થની નબળાઈમાં વિષય-કષાયના પાપભાવથી બચવા માટે શુભભાવ આવે તે પણ વિકાર છે. હું તે રહિત જ્ઞાતા-દ્રષ્ટા છું” એ દષ્ટિ થયા વિના કદી કોઈને ધર્મ થયો નથી, થતો નથી અને થશે નહીં. ૩૯.
-આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨OO0, પૃષ્ઠ ૧૬૪
વસ્તુ તો વસ્તુસ્વભાવે જેમ છે તેમજ ત્રિકાળ પડી છે. વસ્તુમાં પરાધીનતા કે બંધન નથી. વસ્તુ સ્વાધીન છે, પણ પોતાની સ્વાધીનતાની ખબર ન હતી તેથી પરાધીનતા માની છે, પણ વસ્તુ પરાધીન નથી. ૪).
-આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨OO0, પૃષ્ઠ ૧૬૮
સમસ્ત સંસાર અને સંસાર તરફ વલણના ભાવથી હવે અમે સંકોચાઈએ છીએ, અને ચિદાનંદ ધ્રુવ સ્વભાવી એવા “સમયસાર” માં સમાઈ જવા માગીએ છીએ. બાહ્ય કે અંતર સંયોગ સ્વપ્ન પણ જોઈતો નથી.
બહારના ભાવ અનંતકાળ કર્યા હવે અમારું પરિણમન અંદર ઢળે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com