________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬: જ્ઞાનગોષ્ઠી
પણ કર્તા થતો નથી. ૮૧.
જ્ઞાનીને પોતાની રિદ્ધિ-સિદ્ધિ અને વૃદ્ધિ પોતામાં જ દેખાય છે. જ્ઞાનીએ પોતાનું ૫૨માત્મસ્વરૂપ દૃષ્ટિમાં દેખ્યું છે એ જ ખરી રિદ્ધિ છે, પોતાનું ૫૨માનંદ સ્વરૂપ પોતામાં દેખ્યું એ જ ખરી સિદ્ધિ છે, પોતાનું મતિજ્ઞાન પ્રત્યક્ષ આત્માને જાણીને વીર્યના ઉછાળા મારતું કેવળજ્ઞાનને પોકાર કરીને બોલાવે છે-શક્તિમાં કેવળજ્ઞાન પડયું છે તેને બહાર (પર્યાયમાં) બોલાવે છે. અજ્ઞાનીને ધન-કુટુંબ-વૈભવ આદિમાં રિદ્ધિસિદ્ધિ દેખાય છે તેનાથી તે સંસારની વૃદ્ધિ કરે છે અને દુર્લભતાથી મળેલ મનુષ્ય જીવન નિરર્થક ગુમાવે છે. ૮૨.
*
જેમ લોહચુંબક લોખંડની સોયને ખેંચે છે, આકર્ષે છે, તેમ અજ્ઞાનીને રૂપાળાનમણા શરીર, ધન, કુટુંબવૈભવ, આદિમાં મિથ્યાબુદ્ધિથી આકર્ષણ થાય છે. મસાણમાં હાડકામાંથી ફોસ્ફરસના ભડકા ચમકે છે તેમ અજ્ઞાનીને અનુકૂળ વિષયોમાં ચમક દેખાતા આકર્ષાય છે. ભાઈ! તારા ચૈતન્યસ્વભાવમાં આનંદ ભર્યો છે તેમાં આકર્ષાયો નથી તેથી તને બહારનું આકર્ષણ થયું છે. ૮૩.
*
આત્મામાં પરિણમનમાં ષટ્કારક સ્વતંત્ર છે, વિકાર હો કે અવિકાર હો સ્વતંત્ર પરિણમે છે. વિકારને તો પરની અપેક્ષા નથી. અવિકારી પરિણમનને પણ ૫૨ની અપેક્ષા નથી. અરે! પોતાના દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. એક પર્યાયની સ્વતંત્રતા બેસે નહિ તેને ત્રિકાળી વસ્તુની સ્વતંત્રતા બેસી શકે નહિ. પર્યાયને નિમિત્તની અપેક્ષા નથી. પોતાના દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી. અરે ? એક પર્યાય સાથે બીજા અનંત ગુણની અનંત પર્યાય પરિણમે છે તેની પણ અપેક્ષા વિના પર્યાય પોતાના ષટ્કારકની સ્વતંત્રતાથી પરિણમે છે. સમ્યગ્દર્શનની પર્યાયને અતીન્દ્રિય આનંદની પર્યાયની પણ અપેક્ષા નથી. આવી પર્યાયની સ્વતંત્રતાના સ્વીકાર વિના ત્રિકાળી દ્રવ્યનો સ્વીકાર થઈ શકે નહિ. જેમ જેમ સૂક્ષ્મ સ્પષ્ટીકરણ ગુરુ કરે છે, તેમ તેમ શિષ્યને આનંદ ઊછળે છે. ૮૪.
*
અજ્ઞાનીઓને જન્માર્ણવમાં દુ:ખી દેખીને જ્ઞાનીને અનુકંપાનો શુભરાગ આવી જાય છે, અથવા તીવ્ર રાજજ્વર મટાડવા માટે જ્ઞાનીને શુભરાગ આવી જાય છે, અથવા અસ્થાનનો રાગ મટાડવા શુભાગ જ્ઞાનીને આવી જાય છે. પરંતુ તે રાગને જ્ઞાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com