________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતી: ૨૪૫
હું ચૈતન્યસ્વરૂપ છું તેમ ભાન થતાં અંતર્મુખ થઈ જાય છે. ૭૬.
ખરેખર તો સૂર્યનો પ્રકાશ આખી પૃથ્વી ઉપર છે છતાં સૂર્યને પૃથ્વી એક થતાં નથી, તેમ આ જગતની ભિન્ન ભિન્ન ચીજો જ્ઞેય છે. તેને જ્ઞાન જાણવાનું જ કામ કરે છે. જ્ઞાનમાં બધું જણાયા જ કરે છે છતાં તે જ્ઞાન અને જ્ઞેય એક થતાં નથી ભિન્ન ભિન્ન જ રહે છે. સમયસારમાં ખડી અને ભીંતનું દૃષ્ટાંત આપી જગતના પદાર્થોને જ્ઞાન જાણવા છતાં જ્ઞાન ને જ્ઞેય એક થતાં જ નથી તેમ કહેવું છે. ૭૭.
*
ધર્માત્માના હૃદયમાં પરમાત્મા તીર્થંકરદેવ બિરાજે છે. ધર્માત્માના ભાવશ્રુતજ્ઞાનમાં તીર્થંકરદેવનો વાસ છે, તેથી તેની વાણી જે નીકળે છે પરમાત્માની જ વાણી છે. અહા! જેના જ્ઞાનમાં ત્રણલોકના નાથ તીર્થંકરનો વાસ છે તે ધર્માત્મા છે, સમ્યગ્દષ્ટિ મહાત્મા છે. ૭૮.
અહા ! બધા જીવો વીતરાગમૂર્તિ છે. જેવા છો તેવા થાવ. બીજાને મારવા એ ક્યાંય રહી ગયું, બીજાનો તિરસ્કાર કરવો એ પણ ક્યાંય રહી ગયું, પણ બધા જીવો સુખી થાવ, અમારી નિંદા કરીને પણ સુખી થાવ, અમે જેવા છીએ તેવા જાણીને પણ સુખી થાવ, ગમે તેમ પણ સુખી થાવ! પ્રભુનો પ્રેમ તો લાવ ભાઈ! તારે પ્રભુ થાવું છે ને ! ૭૯.
*
જો કોઈ અડધા નિમેષમાત્ર ૫૨માત્મામાં પ્રીતિ કરે; સન્મુખતા કરે તો જેમ અગ્નિનો કણીયો કાષ્ટના મોટા પહાડને પણ ભસ્મ કરી નાખે છે તેમ બધા પાપોનો નાશ કરી નાખે એવો મહાન સામર્થ્યવાન પ૨માત્મા છે. ત્રણલોકનો નાથ પરમાત્મા પોતે જ શક્તિમાં છે તેને એન્લાર્જ કરીને પ્રગટ પરમાત્મા થાય છે. ૮૦.
*
દ્રવ્યસ્વભાવ કર્મબંધનમાં નિમિત્ત નથી અને દ્રવ્યસ્વભાવની દૃષ્ટિવંત પણ કર્મબંધનમાં નિમિત્ત થતો નથી. યોગ અને ઉપયોગ નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. યોગ અને ઉપયોગ એટલે કે રાગ અને યોગના કંપનનો અજ્ઞાની સ્વામી થાય છે.
કર્તા થાય છે, તેથી અજ્ઞાની કર્મબંધન થવામાં નિમિત્તકર્તા થાય છે. જ્ઞાની યોગઉપયોગનો સ્વામી–કર્તા થતો નહિ હોવાથી, કર્મબંધનમાં નિમિત્તપણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com