________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪: જ્ઞાનગોષ્ઠી
નિજ શુદ્ધાત્મા સન્મુખ દેખવું તે જ વીતરાગતાનું કારણ હોવાથી સ્વસમ્મુખ વાળવા પરનું લક્ષ છોડાવેલ છે. ૭૩.
શુદ્ધ ચૈતન્યના આશ્રયરૂપ નિશ્ચય-દષ્ટિ થયા વિના વ્યવહાર કહેવો કોને ? નિશ્ચય દષ્ટિ હોય તેને જ વ્યવહાર સાચો હોય પણ વ્યવહાર હોય તો નિશ્ચય પ્રગટ થાય એમ છે જ નહિ. પહેલા કષાયની થોડી મંદતા, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા નવતત્ત્વનું જ્ઞાન આટલું પહેલા હોય તો તેને અંતરમુખ થવાનો અવકાશ થાય, પણ આવું હોય તો નિશ્ચય પ્રગટ થાય જ એમ નથી. ૭૪.
*
| વિકાર થવાનું કારણ કર્મ કે પરદ્રવ્ય તો નથી પણ પોતાનું દ્રવ્ય પણ ખરેખર કારણ નથી. તે સમયની પર્યાયનું કારણ પર્યાય પોતે જ છે. પર્યાય પટકારકથી
સ્વતંત્ર પરિણમી છે. ઉત્પાદપર્યાય ઉત્પાદથી છે. વ્યય તેનું કારણ નથી. અને ધ્રુવ દ્રવ્ય પણ તેનું કારણ નથી. સતરૂપ પર્યાય છે તે અહેતુક સત્ છે. આ વાત બહુ ઝીણી છે, સમજવા જેવી છે. પ્રવચનસાર ગાથા ૧૦૧માં આવે છે કે ઉત્પાદ ઉત્પાદના આશ્રયે છે વ્યય વ્યયના આશ્રયે છે. ધ્રુવ ધ્રુવના આશ્રયે છે. ઉત્પાદની ધ્રુવમાં નાસ્તિ છે, ધ્રુવની ઉત્પાદ-વ્યયમાં નાસ્તિ છે. સત્ સ્વતંત્ર છે. એક સત્ની બીજા સમાં નાસ્તિ છે. પર્યાય આ રીતે સ્વતંત્ર થાય છે એમ દેખનારનું લક્ષ ક્યાં જાય છે? કે દ્રવ્યની અંદર જાય છે કે અહો! મારું દ્રવ્ય આવું સામર્થ્યવાળું છે-એમ સના નિર્ણયથી દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, એ આ સ્વતંત્રતા સમજવાનું પ્રયોજન છે. ૭૫.
*
શ્રદ્ધા જ્ઞાનમાં હા તો પાડ કે આ જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય તે જ હું છું. જેની રુચિ આત્મામાં જામી છે, જ્ઞાનસ્વરૂપ જ છું તેમ રુચિમાં બેઠું છે, તે કામ કરીને આગળ વધી જશે અને જેને આ પરમ સત્ય નહિ બેસે તે પાછળ પડયા રહેશે. આત્મા સમજવા માટે કેટલીક તો એને રાગની મંદતા હોવી જોઈએ. રાગની તીવ્રતામાં તો આત્મા સમજવામાં આવતો નથી, એથી રાગની મંદતાને વ્યવહાર કહેવામાં આવે છે.
પ્રશ્ન:- તિર્યંચો પણ સમ્યગ્દર્શન પામી જાય તો તેને અભ્યાસ હોય છે?
ઉત્તર- તિર્યંચો પણ આવા પરમાત્મસ્વરૂપને પામી જાય છે. અઢીદ્વીપની બહાર અસંખ્ય તિર્યંચો છે. હાથી, સિવું, વાઘ, સર્પ, મચ્છ આદિ પશુઓ છે તેણે પૂર્વે જ્ઞાની પાસેથી સાંભળેલ હોય છે તેના સંસ્કારથી આત્મભાન કરી લે છે. કેટલાક મગરમચ્છ જિનપ્રતિમા આકારના હોય છે તેને દેખીને પૂર્વ સંસ્કાર યાદ આવતા,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com