________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬: જ્ઞાનગોષ્ઠી
ઉત્તર:- ભેદજ્ઞાનના અભાવથી અજ્ઞાની રાગ અને જ્ઞાનની અતિ નિકટતા દેખી એકમેક હોય તેવું માને છે પણ રાગ અને જ્ઞાન એકમેક છે નહિ.
-આત્મધર્મ અંક ૪૦૫, જુલાઈ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩
(૧૮૨). પ્રશ્ન:- સમયસાર સંવર અધિકારની પ્રારંભિક ગાથા ૧૮૧ ની ટીકામાં કહ્યું છે કે ખરેખર એક વસ્તુ બીજી વસ્તુની નથી તેમાં એ પણ કથન કર્યું છે કે જીવ અને રાગના પ્રદેશ ભિન્ન ભિન્ન છે. કૃપા કરી સ્પષ્ટીકરણ કરશો?
ઉત્તર- ખરેખર એક વસ્તુ બીજી વસ્તુની નથી તેથી બન્નેનો પ્રદેશ ભિન્ન છે. આત્મવસ્તુથી શરીરાદિ પરદ્રવ્યો તો ભિન્ન છે જ પણ અહીં તો મિથ્યાત્વ રાગદ્વેષના જે પરિણામ છે તે નિર્મળાનંદપ્રભુ એવા આત્માથી ભિન્ન સ્વરૂપે છે. તેથી પુણ્ય-પાપ ભાવ તે આત્માથી ભાવે ભિન્ન છે, ભાવે ભિન્ન હોવાથી તેના પ્રદેશ પણ ભિન્ન છે. અસંખ્ય પ્રદેશી આત્મા છે તેનાથી આમ્રવના પ્રદેશ ભિન્ન છે, એ છે તો જીવના અસંખ્ય પ્રદેશમાં જ, પણ નિર્મળાનંદપ્રભુ અસંખ્ય પ્રદેશી ધ્રુવ છે તેનાથી આગ્નવભાવના પ્રદેશ ભિન્ન છે. આત્મા અને આસ્રવની ભાવે ભિન્નતા છે તેથી તેના પ્રદેશને ભિન્ન કહ્યા છે અને આત્માના આશ્રયે પ્રગટેલી નિર્મળપર્યાય છે તેને પણ આસ્રવ વસ્તુથી ભિન્ન કહી છે. ભાવે ભિન્ન હોવાથી તેના પ્રદેશને પણ ભિન્ન કહીને વસ્તુ જ ભિન્ન છે તેમ કહ્યું.
-આત્મધર્મ અંક ૪૩૦, ઓગષ્ટ ૧૯૭૯, પૃષ્ઠ ૨૪-૨૫
(૧૮૩) પ્રશ્ન:- ક્રોધાદિ ભાવો આત્માથી ભિન્ન વસ્તુ છે; એક અહીં ક્રોધાદિ ભાવોને પણ ‘વસ્તુ’ કમ કીધી ?
ઉત્તર:- “ક્રોધાદિ ભાવોને વસ્તુ એમ કીધી ? કે તે ક્રોધાદિ અવસ્થામાં વીતરાગી અવસ્થાની નાસ્તિ છે, તે એક અવસ્થામાં બીજી અનંત અવસ્થાની નાસ્તિ છે, ને તે અવસ્થાની પોતાપણે અસ્તિ છે, એવો તેનો અસ્તિનાસ્તિ સ્વભાવ છે; તેથી તે પણ વસ્તુ છે. તે ત્રિકાળી દ્રવ્યરૂપ વસ્તુ નથી પણ ક્ષણિક પર્યાયરૂપ વસ્તુ છે. વિકાર વિકારપણે છે ને સ્વભાવપણે નથી, પૂર્વની કે પછીની અવસ્થાપણે નથી, જડ કર્મપણે નથી; એટલે પોતાના સ્વરૂપે તે વિકારની અતિ અને બીજા અનંત પદાર્થો પણે નાસ્તિ એવા અનંત ધર્મ તેનામાં સિદ્ધ થયા. એક દ્રવ્યના અનંત ગુણો, અને તે એકેક ગુણોની અનંત પર્યાયો, તે એકેક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિષ્ઠદો, અને એકેક અવિભાગપ્રતિચ્છેદ અંશમાં બીજા અનંત અવિભાગ અંશની નાસ્તિ છે એટલે એકેક અવિભાગ પ્રતિચ્છેદ અંશમાં અનંત અસ્તિ-નાસ્તિ ધર્મ છે.
-આત્મધર્મ ખાસ અંક દ્વિતીય અષાડ ૨૪૭૬, પૃષ્ઠ ૯૬
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com