________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દવ-શાત્ર-ગુરુ: ૨૩
(૬૫), પ્રશ્ન:- શાસ્ત્ર ભણવાથી આત્માની સન્મુખતા તો કહેવાય ને?
ઉત્તર:- આત્મામાં જવાનો પ્રયત્ન કરતો હોય તો આત્માની સન્મુખતા કહેવાય. શાસ્ત્રના જાણપણામાં રોકાઈ રહે અને અંતર નિર્વિકલ્પમાં જવાનો પ્રયત્ન કરતો નથી તો તે આત્મસન્મુખ પણ કહેવાતો નથી.
–આત્મધર્મ અંક ૪૦૦, ફેબ્રુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૫
(૬૬) પ્રશ્ન- એક બાજુ કહો છો કે શાસ્ત્રો ભણવા જોઈએ ને બીજી બાજુ કહો છો કે શાસ્ત્ર ભણવામાં રોકાઈ જાય તોપણ આત્મા જણાતો નથી.
ઉત્તર- જે વેપાર આદિના અશુભમાં જ રોકાઈ ગયો છે અને આત્મજ્ઞાન થવાનું નિમિત્ત એવા શાસ્ત્રાભ્યાસના પણ જેને ઠેકાણાં નથી તેને કહે છે કે ભાઈ ! તું શાસ્ત્ર અભ્યાસ કર. પણ જે એકલા શાસ્ત્રાભ્યાસમાં જ રોકાઈ જાય ને આત્માની સન્મુખ થવાનો પ્રયત્ન કરતો નથી તેને કહે છે કે ભાઈ ! શાસ્ત્ર ભણવાનો ગુણ તો અંતરમુખ થઈને અનુભવ કરવો તે છે, તે નિર્વિકલ્પ અનુભવનો પ્રયત્ન કરતો નથી તો શાસ્ત્ર ભણવાનો હેતુ જે આત્મજ્ઞાન છે તે પ્રગટ કર્યું નહિ તો તારા શાસ્ત્ર ભણતર પણ શા કામના ? શાસ્ત્ર વાંચન શ્રવણમાં દ્રવ્યની સન્મુખ થવાની જોરદાર વાત વાંચતાં-સાંભળતા તેને ધૂન ચડી જવી જોઈએ, તે ન થાય તો શું કામનું?
-આત્મધર્મ અંક ૪00, ફેબ્રુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૫
(૬૭). પ્રશ્ન- શાસ્ત્રથી આત્માને જાણ્યો અને પછી પરિણામ આત્મામાં મગ્ન થયા તે બેમાં આત્માને જાણવામાં શું ફેર છે?
ઉત્તર-અનંત ગુણો ફેર છે. શાસ્ત્રથી જાણપણું કર્યું એ તો સાધારણ ધારણારૂપ જાણપણું છે અને આત્મામાં મગ્ન થઈ અનુભવમાં તો આત્માને પ્રત્યક્ષ વેદનથી જાણે છે, તેથી એ બેમાં મોટો ફેર છે.
-આત્મધર્મ અંક ૪૦૩, મે ૧૯૭૭, પૃષ્ઠ 10
(૬૮) પ્રશ્ન- સમયસાર જેવા મહાન અધ્યાત્મશાસ્ત્ર વાંચી-સાંભળીને પણ કોઈ આગળ કેમ વધતાં નથી ?
ઉત્તર:- ક્રિયાકાંડની દષ્ટિવાળાને એમ લાગે કે સમયસાર સાંભળે છે પણ કોઈ આગળ વધતાં નથી. બાહ્ય ત્યાગ-તપ-વ્રત આદિ ક્રિયા કરે તો તેને આગળ વધ્યા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com