________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર: જ્ઞાનગોષ્ઠી છે, અને આવી અભેદદષ્ટિ કરી ત્યારે શુદ્ધનયનું અવલંબન લીધું એમ કહેવાય છે. એટલે “શુદ્ધનયનું અવલંબન” એમ કહેતાં તેમાં પણ દ્રવ્ય-પર્યાયની અભેદતાની વાત છે; પરિણતિ અંતર્મુખ થઈને દ્રવ્યમાં અભેદ થઈને જે અનુભવ થયો તેનું નામ શુદ્ધનયનું અવલંબન છે, તેમાં દ્રવ્ય-પર્યાયના ભેદનું અવલંબન નથી. જોકે શુદ્ધનય તે જ્ઞાનનો અંશ છે-પર્યાય છે, પરંતુ તે શુદ્ધનય અંતરના ભૂતાર્થસ્વભાવમાં અભેદ થઈ ગયો છે એટલે ત્યાં નય અને નયનો વિષય જુદા ન રહ્યા. જ્યારે જ્ઞાન પર્યાય અંતરમાં વળીને શુદ્ધદ્રવ્ય સાથે અભેદ થઈ ત્યારે જ શુદ્ધનય થયો. આ શુદ્ધનય નિર્વિકલ્પ છે. આવો શુદ્ધનય કતકફળના સ્થાને છે; જેમ મેલા પાણીમાં કતકફળ ઔષધિ નાંખતાં પાણી નિર્મળ થઈ જાય છે, તેમ કર્મથી ભિન્ન શુદ્ધ આત્માનો અનુભવ શુદ્ધનયથી થાય છે, શુદ્ધનયથી ભૂતાર્થ સ્વભાવનો અનુભવ કરતાં આત્મા અને કર્મનું ભેદજ્ઞાન થઈ જાય છે. જુઓ આ સાચી ઔષધિ! અનાદિથી જીવને મિથ્યાત્વરૂપી રોગ લાગુ પડ્યો છે, તે આ શુદ્ધનયરૂપી ઔષધિથી જ મટે. સ્વસમ્મુખ પુરુષાર્થ વડે શુદ્ધનયનું અવલંબન લઈને શુદ્ધાત્માનો અનુભવ કરતાં જ તત્કાળ ભેદજ્ઞાન થઈ જાય છે અને અનાદિનો ભ્રમણા રોગ મટી જાય છે.
-આત્મધર્મ અંક ૧૧૯, ભાદ્રપદ ૨૪૭૯, પૃષ્ઠ ૨૩પ
(૨૨૬) પ્રશ્ન- કેટલો અભ્યાસ કરે તો સમ્યગ્દર્શન પામી શકાય?
ઉત્તર-૧૧ અંગનો ઉઘાડ થઈ જાય એટલી રાગની મંદતા અભવીને થાય છે. ૧૧ અંગનું જ્ઞાન ભણ્યા વિના ક્ષયોપશમ ઉઘડી જાય છે, વિર્ભાગજ્ઞાન પણ થઈ જાય છે ને સાત દ્વીપ સમુદ્રને પ્રત્યક્ષ દેખે છે છતાં આ બધું જ્ઞાન થયું તે સમ્યગ્દર્શનનું કારણ નથી.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭-૨૮
(૨૨૭) પ્રશ્ન- ૧૧ અંગવાળાને પણ સમ્યગ્દર્શન થતું નથી તો આત્માની રુચિ વિના આટલું બધું જ્ઞાન થાય?
ઉત્તર:- જ્ઞાનનો ઉઘાડ થવો તે મંદ કષાયનું કાર્ય છે આત્માની રુચિનું કાર્ય નથી. જેને આત્માની ખરેખરી રુચિ થાય તેને જ્ઞાન અલ્પ હોય તોપણ ચિના બળે સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન માટે ઉઘાડ જ્ઞાનની જરૂર નથી પણ આત્માની રુચિની જરૂર છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૮
(૨૨૮) પ્રશ્ન:- આટલા બધા શાસ્ત્રો છે તેમાં સમ્યગ્દર્શન માટે વિશેષ નિમિત્તભૂત કયું શાસ્ત્ર ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com