________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનઃ ૭૩ ઉત્તર- પોતે જ્યારે સ્વભાવને જોવામાં ઉગ્ર પુરુષાર્થ કરે ત્યારે તે વખતે જે શાસ્ત્ર નિમિત્ત હોય તેને નિમિત્ત કહેવાય. દ્રવ્યાનુયોગ હોય, કરણાનુયોગ હોય, ચરણાનુયોગનું શાસ્ત્ર હોય તે પણ નિમિત્ત કહેવાય પ્રથમાનુયોગને પણ બોધિસમાધિનું નિમિત્તે કહ્યું છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૫
(૨૨૯) પ્રશ્ન:- પોતાના આત્માને જાણતા સમ્યગ્દર્શન થાય છે તો અરિહંતના દ્રવ્યગુણ-પર્યાયને જાણવા જરૂરી નથી ને?
ઉત્તર- અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવા જરૂરી છે. અરિહંતની પૂર્ણ પર્યાયને જાણે તો તેવી પર્યાય પોતાને પ્રગટરૂપ નથી તેથી તેને પોતાના સ્વદ્રવ્ય તરફ લક્ષ કરતાં દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ને સર્વજ્ઞ સ્વભાવની પ્રતીતિ થાય છે તેથી અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણતા સમ્યગ્દર્શન થયું તેમ કહેવાય છે.
-આત્મધર્મ અંક ૩૯૩, જુલાઈ ૧૯૭૬, પૃષ્ઠ ૨૯
(૨૩૦) પ્રશ્નઃ- શુદ્ધ સ્વરૂપનો આવડો મોટો થાંભલો દેખાતો કેમ નથી ?
ઉત્તર:- નજર બહારમાં ને બહારમાં ભમે છે એને ક્યાંથી દેખાય ? પુણ્યના ભાવમાં મોટપ દેખ્યા કરે છે પણ અંદર મહાન પ્રભુ મોટો પડયો છે એને દેખવાનો પ્રયત્ન કરે તો દેખાયને ? –આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮૦, પૃષ્ઠ ૨૯
(૨૩૧) પ્રશ્ન- જિનબિમ્બથી નિદ્ધત અને નિકાચિત કર્મ નાશ થાય છે અને સમ્યગ્દર્શન પામે છે તેમ ધવલમાં આવે છે તો પરદ્રવ્યના લક્ષે સમ્યગ્દર્શન થાય છે?
ઉત્તર:- ધવલમાં પાઠ આવે છે એનો અર્થ એ છે કે જિનબિમ્બ સ્વરૂપ નિજ અંતર આત્મા અક્રિય ચૈતન્યબિમ્બ છે તેના ઉપર લક્ષ ને દૃષ્ટિ જાય છે ત્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને નિદ્ધત ને નિકાચિત કર્મ ટળે છે ત્યારે જિનબિમ્બના દર્શનથી સમ્યગ્દર્શન થયું ને કર્મ ટળ્યા એમ ઉપચારથી કથન આવે છે. કેમ કે પહેલા જિનબિમ્બ ઉપર લક્ષ હતું તેથી તેના ઉપર ઉપચારનો આરોપ કરાય છે. સમ્યગ્દર્શન સ્વના લક્ષે જ થાય, પરના લક્ષે ત્રણકાળમાં ન થાય એવી વસ્તુસ્થિતિ છે.
-આત્મધર્મ અંક ૪૩૪, ડિસેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ
(૨૩ર) પ્રશ્ન:- મિથ્યાત્વનો નાશ સ્વસમ્મુખ થવાથી જ થાય છે કે કોઈ બીજો ઉપાય પણ છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com