________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪: જ્ઞાનગોષ્ઠી
ઉત્તર:- સ્વના આશ્રયથી જ મિથ્યાત્વનો નાશ થાય છે; તે જ એક માત્ર ઉપાય છે. તે સિવાય બીજો ઉપાય પ્રવચનસાર ગાથા ૮૬માં બતાવ્યો છે કે સ્વલક્ષે શાસ્ત્રાભ્યાસ કરવો—ઉપાયાન્તર અર્થાત્ બીજો ઉપાય છે, તેનાથી મોહનો ક્ષય થાય છે. હિન્દી આત્મધર્મ, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૮
(૨૩૩)
પ્રશ્ન:- સમ્યગ્દર્શનની ઉત્પત્તિનું કારણ શું છે?
ઉત્ત૨:- સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થઈ છે તે રાગની મંદતા હતી માટે પ્રગટ થઈ છે એમ તો નથી જ, પણ સૂક્ષ્મતાથી જોઈએ તો દ્રવ્ય-ગુણના લઈને સમ્યગ્દર્શન થયું છે તેમ પણ નથી. સમ્યગ્દર્શનની પર્યાયનું લક્ષ અને ધ્યેય ને આલંબન દ્રવ્ય છે તોપણ તે પર્યાય પોતાના ષટ્કારકથી સ્વતંત્ર પરિણમી છે. જે સમયની જે પર્યાય થવાની છે તેને નિમિત્ત આદિનું તો આલંબન નથી પણ દ્રવ્યના લઈને થાય છે તેમ નથી. અહાહા ! અંતરની વાતો કાચા પારા જેવી બહુ ગંભીર છે, પચાવી શકે તો મોક્ષ થાય છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૩
(૨૩૪)
પ્રશ્ન:- “પૂર્ણતાના લક્ષે શરૂઆત તે શરૂઆત ” એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે ત્યાં પૂર્ણતાના લક્ષે શરૂઆતમાં ત્રિકાળી દ્રવ્ય લેવું કે કેવળજ્ઞાન પર્યાય ? કૃપા કરી સ્પષ્ટીકરણ કરશો ?
ઉત્ત૨:- અહીં પૂર્ણતાના લક્ષમાં સાધ્યરૂપ કેવળજ્ઞાન પર્યાય લેવી. ત્રિકાળી દ્રવ્ય તો ધ્યેયરૂપ છે. કેવળજ્ઞાન ઉપેય છે અને સાધભાવ તે ઉપાય છે. ઉપાયનું સાધ્ય ઉપેય કેવળજ્ઞાન છે. -આત્મધર્મ અંક ૪૩૨, ઓકટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૩૨
(૨૩૫ )
પ્રશ્ન:- જિનવરે કહેલાં વ્યવહારચારિત્રને સાવધાનીપૂર્વક પાળવાથી સમ્યગ્દર્શન થવાનું કારણ તો થાયને ?
ઉત્તર:- જરીયે કારણ થાય નહિ. સમ્યગ્દર્શન થવાનું કારણ તો પોતાનો ત્રિકાળી આત્મા જ છે. ભગવાને કહેલા વ્યવહારચારિત્રને સાવધાનીપૂર્વક અને પરિપૂર્ણ પાળે તોપણ તેનાથી સમ્યગ્દર્શન થતું નથી. આ તો વીરાનો માર્ગ છે-શૂરાનો માર્ગ છે. કાયરનું કામ નથી. શુભરાગને ધર્મ કે ધર્મનું કારણ માનનાર બધા કાયર છે. -આત્મધર્મ અંક ૪૦૩, મે ૧૯૭૭, પૃષ્ઠ ૧૫
(૨૩૬)
પ્રશ્ન:- બંને અપેક્ષાઓનું પ્રમાણજ્ઞાન કરે પછી પર્યાયદષ્ટિ ગૌણ કરે, નિશ્ચય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com