________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનઃ ૭૧
(૨૨૩)
પ્રશ્ન:- તેનો કોઈ શાસ્ત્રીય આધાર પણ છે શું ?
ઉત્ત૨:- સમયસાર ગાથા ૪૯ની ટીકામાં ત્રિકાળી સામાન્ય ધ્રુવ દ્રવ્યથી નિર્મળ પર્યાયને ભિન્ન બતાવતાં કહ્યું છે કે, ‘વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.' આ ‘અવ્યક્ત ’ વિશેષણથી ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કહ્યું છે; એના આશ્રયે નિર્મળ પર્યાય પ્રગટે છે છતાં એ ત્રિકાળી ધ્રુવદ્રવ્ય વ્યક્ત એવી નિર્મળ પર્યાયને સ્પર્શતું નથી. એ અપેક્ષાએ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યથી નિર્મળ પર્યાય ભિન્ન છે એમ કહ્યું છે.
પ્રવચનસાર ગાથા ૧૭૨માં અલિંગગ્રહણના ૧૮માં બોલમાં કહ્યું છે આત્મામાં અનંતગુણો હોવા છતાં તે ગુણોના ભેદને આત્મા સ્પર્શતો નથી, કારણ કે ગુણના ભેદને લક્ષમાં લેતાં વિકલ્પ ઊઠે છે, નિર્વિકલ્પતા થતી નથી. શુદ્ધ નિશ્ચયનયથી એકરૂપ અભેદ સામાન્ય ધ્રુવ દ્રવ્યને લક્ષમાં લેતાં વિકલ્પ તૂટીને નિર્વિકલ્પતા થાય છે. તેથી આત્મા ગુણોના ભેદને સ્પર્શતો નથી એમ કહ્યું અને ૧૯ મા બોલમાં આત્મા પર્યાયના ભેદને સ્પર્શતો નથી એટલે જેમ ગુણો ધ્રુવમાં છે છતાં તેના ભેદને સ્પર્શતો નથી તેમ ધ્રુવમાં પર્યાયો છે અને સ્પર્શતો નથી એમ કહેવું નથી, પણ ધ્રુવસામાન્યથી પર્યાય ભિન્ન જ છે. એવા પર્યાયના ભેદને આત્મા સ્પર્શતો નથી એમ કહીને નિશ્ચયનયના વિષયમાં એકલું સામાન્ય દ્રવ્ય જ આવે છે–એમ બતાવ્યું છે.
-આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૫
(૨૨૪)
પ્રશ્ન:- સમ્યગ્દર્શન થતું નથી એ પુરુષાર્થની નબળાઈ સમજવી ?
ઉત્ત૨:- વિપરીતતાના લઈને સમ્યગ્દર્શન અટકે છે અને પુરુષાર્થની નબળાઈના લઈને ચારિત્ર અટકે છે. એને બદલે સમ્યક્ નહિ થવામાં પુરુષાર્થની નબળાઈ માનવી એ તો ડુંગર જેવડા મહાદોષને રાઈ સમાન અલ્પ બનાવે છે. તે ડુંગર જેવડા વિપરીત માન્યતાના દોષને છેદી શકે નહિ.
-આત્મધર્મ અંક ૪૦૫, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૮ (૨૨૫)
પ્રશ્ન:- સમયસારમાં શુદ્ઘનયનું અવલંબન લેવાનું કહ્યું પરંતુ શુદ્ધનય તો જ્ઞાનનો અંશ છે-પર્યાય છે, શું તે અંશના અવલંબને સમ્યગ્દર્શન થાય ?
ઉત્ત૨:- ખરેખર શુદ્ધનયનું અવલંબન ક્યારે થયું કહેવાય ?.... એકલા અંશને પકડીને તેના જ અવલંબનમાં અટક્યો છે તેને તો શુદ્ધનય છે જ નહિ; જ્ઞાનના અંશને અંતરમાં વાળીને જેણે ત્રિકાળી દ્રવ્યની સાથે અભેદતા કરી છે તેને જ શુદ્ઘનય હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com