________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨: જ્ઞાનગોષ્ઠી
અજ્ઞાની વિષયોને ભોગવતો નથી પણ તેના પરિણામમાં થતા રાગ-દ્વેષને ભોગવે છે. તેમ જ્ઞાની સ્વદ્રવ્યને ભોગવતો નથી પણ તેના પરિણામમાં વર્તતી શુદ્ધતાને ભોગવે છે. અજ્ઞાનીનું લક્ષ પરદ્રવ્ય ઉપર છે તેથી તેના લક્ષે થતાં રાગદ્વેષને ભોગવે છે. જ્ઞાનીનું લક્ષ સ્વદ્રવ્ય ઉપર છે એટલે તેના લક્ષે થતી શુદ્ધતાને ભોગવે છે. ૬૫.
જેને આત્માનું ભાન નથી તેવા અજ્ઞાની જીવોને આત્મા રાત્રિ સમાન અંધકારરૂપ લાગે છે તેથી આત્મામાં અજાગૃત રહે છે, ઊંધે છે, અને જેને આત્માનું ભાન છે તેવા જ્ઞાનીઓને આત્મા દિવસ સમાન પ્રકાશરૂપ લાગે છે તેથી તેઓ આત્મામાં જાગૃત રહે છે. અજ્ઞાની જીવોને દેહ-મન-વાણી-સ્ત્રી-પુત્ર-ધનાદિ દિવસ સમાન પ્રકાશરૂપ લાગે છે તેથી તેમાં તેઓ જાગૃત અર્થાત્ સાવધાન રહે છે, અને જ્ઞાનીઓને દેહ-મન-વાણી-સ્ત્રી-પુત્ર-ધનાદિ રાત્રિ સમાન અંધકારરૂપ લાગે છે તેથી તેઓ તેમાં અજાગૃત અર્થાત્ ઊંધે છે. ૬૬.
પુણ્ય-પાપના પ્રેમમાં પડેલા મિથ્યાદષ્ટિ જીવો મોહરૂપી મદિરા વડે અસાધ્યદશામાં પડયા છે. દેહ તે હું, રાગ તે હું, પુણ્ય તે હું. એમ તેણે પોતાના આત્માની હૈયાતીને અહયાતી માની છે, સત્યને અસત્ય માની સત્યને આળ દીધા છે તેથી તેના ફળમાં બીજા જીવો તેની હૈયાતી ન માની શકે તેવી નિગોદ દશાનું ફળ પામવાના છે. અહા! જેણે શુભાશુભભાવમાં ભેદ પાડયા, શુભાશુભના બંધનમાં ભેદ પાડયા, શુભાશુભના ફળમાં ભેદ પાડયા તેણે સત્ય સ્વરૂપ આત્માને આળ દીધા છે અને જેણે પુણ્ય-પાપના ભેદને એકરૂપ બંધનરૂપ દુઃખરૂપ માનીને ચૈતન્યજ્યોતિ આત્માનો આશ્રય લઈ અજ્ઞાન અંધકારનો નાશ કર્યો છે તે કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. ૬૭.
*
શાસ્ત્ર ભણવાનો ગુણ તો એ છે કે વસ્તુભૂત આત્માનું જ્ઞાન કરવું. જ્ઞાનમય આત્માનો અનુભવ કરવો તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. તેને તો જાણતો નથી ને એકલા શાસ્ત્ર ભણે છે. પરંતુ નિજપરમાત્માને જાણતો નથી ત્યાં સુધી કર્મબંધનથી છૂટતો નથી. દયા, દાન, પૂજા, વ્રત, તપ આદિ શુભરાગનો તો નિષેધ કર્યો પણ અહીં તો કહે છે કે એકલા શાસ્ત્ર ભણતરમાં જ રોકાઈ ગયો, બધું કંઠસ્થ પણ તેથી શું? ૬૮.
અહો! ચારે બાજુથી સત્યના ભણકારા વાગે છે. સર્વજ્ઞના શાસ્ત્રો, સર્વજ્ઞના સંતો એણે સર્વજ્ઞનું સત્ય સિદ્ધ કર્યું છે. અહા ! ચારે અનુયોગમાં નિશ્ચયથી તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com