________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬: જ્ઞાનગોષ્ઠી મધ્ય-અંતમાં અંતર વ્યાપક થઈને પરિણમતો નથી, ગ્રહણ કરતો નથી કે રાગરૂપે ઊપજતો નથી. કેમ કે જીવ તો એકલો જ્ઞાયકભાવ સ્વરૂપ છે. એ જ્ઞાયકભાવ દયાદાન-ભક્તિ આદિ રાગરૂપ એવા પુદ્ગલકર્મને કેમ કરે? ભક્તિ વિનય વૈયાવ્રત આદિના ભાવની આદિ-મધ્ય-અતમાં પુગલદ્રવ્ય વ્યાપક થઈને રાગન કરે છે. આહાહા! ત્રણલોકનો નાથ ચૈતન્યસ્વભાવ એ રાગાદિ પરિણામને કરતો નથી. જ્ઞાયક પ્રભુ એ રાગાદિ પરિણામમાં વ્યાપતો નથી. ચારિત્રમોહની નબળાઈથી પણ જીવ રાગાદિ ભાવને કરતો નથી,-એમ અહીં એકલા દ્રવ્યસ્વભાવને સિદ્ધ કરવો છે. અરે પ્રભુ! ક્યાં તારી મહાનતા ને ક્યાં વિભાવની તુચ્છતા ? તુચ્છ એવા વિભાવભાવ તારાથી કેમ થાય ? તું તો જાણનસ્વભાવી છો. તારાથી વિકાર કેમ થાય ? આહાહા ! દ્રવ્યદૃષ્ટિના સમયસારના કથનો અલૌકિક છે. ૧૬O.
ભાઈ ! આ વીતરાગે કહેલાં તત્ત્વની વાતો બહુ ઝીણી ને અપૂર્વ છે. જે પુણ્ય-પાપના ભાવો છે, રાગ-દ્વેષ છે, દયા દાન ભક્તિ કામ ક્રોધાદિના ભાવો છે-એ બધા પુદ્ગલના પરિણામ છે. આહાહા ! પ્રભુ! તારી દશામાં થતાં દયા દાન કામ ક્રોધાદિના શુભાશુભ ભાવો તે તારા નહિ, પણ પુદ્ગલના પરિણામ છે. તું તો આનંદસ્વરૂપ શાતિનો સાગર છો. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપે છે તે દયા દાન કામ કોઈ રૂપે કેમ પરિણમે ? ભાઈ તારું ઘર તો જ્ઞાનાનંદ સ્વરૂપ છે, તેમાં ઠરવું એ તારી ચીજ છે. તું રાગદ્વેષ સુખ દુઃખ રૂપે કેમ પરિણમે ? એ તો પુદ્ગલ કર્મનો સ્વાદ છે, એ તારો સ્વાદ નથી. જેમ જળ અને અગ્નિની શીત-ઉષ્ણ પર્યાય છે તે પુદગલની છે, પુદ્ગલથી અભિન્ન છે ને તેનો અનુભવ-જ્ઞાન તે આત્માની પર્યાય છે. તેમ રાગ-દ્વેષ સુખ-દુઃખ પરિણામ થાય છે તે પુદ્ગલની પર્યાય છે. પુદ્ગલથી અભિન્ન છે ને તેનો અનુભવ-જ્ઞાન તે આત્માની પર્યાય છે. જેમ શીત-ઉષ્ણ અવસ્થારૂપે આત્માને પરિણમવું અશક્ય છે તેમ રાગ-દ્વેષ, સુખ-દુ:ખરૂપે આત્માને પરિણમવું અશક્ય છે. જેણે શુભ-અશુભની કલ્પનાથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માને અનુભવ્યો છે તે જ્ઞાનીને શુભાશુભરૂપે થવું અશક્ય છે. ભલે હજુ અધુરી દશામાં રાગ આવશે પણ તેનો જાણનાર રહે છે. આહાહા ! અહીં રાગાદિ પરિણામને આત્માથી ભિન્ન પુદ્ગલ પરિણામ કહે છે ને જગત એ શુભરાગથી ધર્મ થવાનું માને છે! વીતરાગ સર્વશે કહેલું તત્ત્વ જગતને કઠણ પડે એવું છે. આવી વાતો તો જેના ભાગ્ય હોય તેને સાંભળવા મળે છે. અબજો રૂપિયા મળે તેને અહીં ભાગ્યશાળી કહેતા નથી. અલૌકિક વાતો છે. ૧૬૧.
ભગવાન સર્વજ્ઞના કેવળજ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકના પર્યાયો જણાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com