________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતીઃ ૨૬૫
ભરી છે, એના સામર્થ્યને શુદ્ધોપયોગથી જો તો કર્મને અશુદ્ધતા ક્ષણમાં ટળી જાય એવા સામર્થ્યવાળો તું અનંત શક્તિ સંપન્ન છો. જેમ સિંહ જાગે ત્યાં બકરાંનાં ટોળા ભાગે તેમ તું જાગી જા તો કર્મ બધાં ભાગી જશે. ૧૫૬
*
જેમ કોઈ સુંદર રાજમહેલ પામીને આનંદિત થાય છે અને તેમાંથી બહાર આવવું પડે તો ખેદ થાય છે. તેમ સુખધામ આત્માને પામેલા જ્ઞાનીને સુખધામમાંથી બહાર આવી જવાય તો દુ:ખ થાય છે. અંદર અતીન્દ્રિય આનંદના અનુભવમાંથી શુભરાગમાં આવી જતાં જ્ઞાનીને ખેદ થાય છે. અશુભરાગમાં પણ જ્ઞાની સમ્યગ્દષ્ટિ આવી જાય છે પણ જેમ માથે ધોકા પડતાં હોય તેમ અશુભરાગમાં આવતાં દુ:ખ લાગે છે. ૧૫૭.
દરેક પર્યાય સત્ છે, સ્વતંત્ર છે, એને પરની અપેક્ષા નથી. રાગનો કર્તા તો આત્મા નહિ પણ રાગનું જ્ઞાન કહેવું એ વ્યવહાર છે અને જ્ઞાનપરિણામને આત્મા કરે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો તે સમયની જ્ઞાનપર્યાય ષટ્કારકથી સ્વતંત્ર થઈ છે. ૧૫૮.
સમ્યગ્દષ્ટિ, જીવ અજીવ આસવ બંધ આદિના સ્વાંગોને જોનારા છે. રાગાદિ આસ્રવ બંધના પરિણામ આવે પણ સમ્યગ્દષ્ટિ તે સ્વાંગોના જાનારા જ્ઞાતા-દષ્ટા છે, તે સ્વાંગોના કર્તા નથી. સમ્યગ્દષ્ટિ એ સ્વાંગોને કર્મકૃત જાણી શાંતરસમાં જ મગ્ન રહે છે. શુભાશુભ ભાવો આવે છે પણ સમ્યગ્દષ્ટિ તેને કર્મકૃત સ્વાંગો જાણી તેમાં મગ્ન થતાં નથી. મિથ્યાદષ્ટિ જીવો જીવ અજીવનો ભેદ જાણતા નથી, તેથી તે કર્મકૃત સ્વાંગોને જ સાચા જાણીને તેમાં મગ્ન થઈ જાય છે. રાગાદિભાવો કર્મકૃત ભાવો હોવા છતાં તેને પોતાના ભાવો જાણી તેમાં લીન થઈ જાય છે તેવા અજ્ઞાની જીવોને ધર્મીજીવો આત્માનું યથાર્થ સ્વરૂપ બતાવી, તેનો ભ્રમ મટાડી, ભેદજ્ઞાન કરાવીને શાંતરસમાં લીન કરી સમ્યગ્દષ્ટિ બનાવે છે. ૧૫૯.
*
પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્ય એવું વ્યાપ્યલક્ષણવાળુ પુદ્દગલદ્રવ્યના પરિણામસ્વરૂપ કર્મ એટલે કે ભક્તિ, પૂજા, દયા, દાન આદિના શુભ પરિણામો તેની આદિ-મધ્યઅંતમાં પુદ્દગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને પરિણમે છે, ગ્રહણ કરે છે ને ઊપજે છે. આહાહા ! રાગાદિ પરિણામમાં પુદ્દગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપ થઈને રાગરૂપે પરિણમે છે, રાગને ગ્રહણ કરે છે, રાગરૂપે ઊપજે છે, જીવ એ રાગની આદિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com