________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતીઃ ૨૬૭ જેમ કેવળજ્ઞાનમાં ત્રણ કાળના પર્યાયો જણાય છે તેમ જ પદાર્થોમાં કમબદ્ધ પર્યાયો થાય છે, કેવળજ્ઞાનને જાણું માટે નહિ પણ પદાર્થોના પર્યાયો પોતાથી અકાળે તે જ રીતે થાય છે અને તેમ સર્વજ્ઞ જાણે છે. આહાહા ! પરદ્રવ્યને કરવાની તો વાત નથી પણ પોતાના અશુદ્ધ કે શુદ્ધ પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ જે થવાના તે જ થાય એટલે પોતામાં પણ પર્યાયને આડી-અવળી કરવાનું રહ્યું નહિ. માત્ર જેમ થાય છે તેમ જાણવાનું જ રહ્યું. જેમ સર્વજ્ઞ જ્ઞાતા છે તેમ ધર્મી પણ જ્ઞાતા થઈ ગયો. કમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય અકર્તાપણારૂપ વીતરાગતા છે. એ વીતરાગતા અનંત પુરુષાર્થે દ્રવ્ય ઉપર દષ્ટિ જતાં થાય છે. આહાહા! આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. ૧૬ર.
*
ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. વીતરાગ સ્વરૂપ આત્મા છે તેના આશ્રયથી વીતરાગતા પ્રગટે એ ધર્મ છે. કર્તા, કર્મ, કરણ આદિ છએ કારકો વીતરાગી ગુણ છે. પદ્ગારકથી સ્વતંત્ર પરિણમવું એવો આત્માનો ગુણ છે અને અનંતા ગુણોમાં તેનું રૂપ છે. વીતરાગપણે પરિણમવું એવો એનામાં ગુણ છે. રાગરૂપે થવું એવો એનામાં ગુણ નથી, અકર્તા થવું એ આત્માનો ગુણ છે. રાગનું ન કરવું, રાગને ન ભોગવવું એવા ગુણો આત્મામાં છે. આહાહા ! વસ્તુની આવી જ મર્યાદા છે. વસ્તુ એની મર્યાદામાં જ રહે છે. મર્યાદા બહાર વસ્તુ જતી નથી. બધા આત્મા વીતરાગ સ્વરૂપ છે. રાગ એ તો પુણ્ય-પાપ તત્ત્વમાં જાય છે. આત્મા તો એકલો વીતરાગ જ્ઞાયક સ્વરૂપ છે અને જ્ઞાન પ્રધાનથી કહો તો જ્ઞાનસ્વરૂપ છે, દર્શન પ્રધાનથી કહો તો દર્શનસ્વરૂપ છે, ચારિત્ર પ્રધાનથી કહો તો ચારિત્ર સ્વરૂપ છે, વીર્ય પ્રધાનથી કહો તો વીર્ય સ્વરૂપ છે, સ્વચ્છત્વ, વિભુત્વ, પ્રભુત્વ આદિ પ્રધાનથી કહો તો પ્રભુત્વ આદિ સ્વરૂપ જ છે. આહાહા ! આત્મા એકલો વીતરાગ સ્વભાવનો દરિયો છે. વીતરાગ કહો કે અકષાય સ્વભાવ કહો. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સર્વજ્ઞ સ્વરૂપની દષ્ટિ થઈ એટલે પર્યાયમાં જિન થયો, અમૃતનો સાગર ઊછળ્યો. ૧૬૩.
સર્વજ્ઞ પરમાત્મા એમ કહેતા હતા કે જગત આખું શેય છે ને તું એક જ્ઞાતા છો. આ વિશ્વ આખું એક મોટા સમુદાયરૂપ છે તે બધું ય છે ને તું એક જ્ઞાતા છો. જગતમાં અનંતા સિદ્ધો-સર્વજ્ઞો છે એ બધો સમુદાય જ્ઞય છે ને તું એક જ્ઞાતા છો. એ ભગવાન ને ગુરુ મારા ને હું તેનો શિષ્ય છું તેમ નથી પણ તે બધા જ્ઞય છે ને તું એક જ્ઞાતા છો. ઇન્દ્રિયો-વિષય સામગ્રીઓ આદિ બધું જોય છે ને તું જ્ઞાતા છો. એ પદાર્થો મારા છે એમ નથી પણ એ બધા શય છે. કામ ક્રોધ દયા દાન ભક્તિથી માંડીને વિશ્વ આખું શેયનો સમુદાય છે અને સ્વભાવના લક્ષ પરિણમતું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com