________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ: ૨૦૯ રહ્યો છે. આ ઊંધો અભિપ્રાય એ જ વીતરાગની મોટી વિરાધના અને મોટું પાપ છે, એનો ખ્યાલ જગતના જીવોને નથી આવતો !
-આત્મધર્મ અંક ૧૯૫, પોષ ૨૪૮૬, પૃષ્ઠ ૨-૯
(૬૩૯) પ્રશ્ન:- પુણ્ય થાય એવો ક્યો ધંધો છે?
ઉત્તર- આ સાચા જૈન શાસ્ત્રોનું વાંચન-વિચાર-શ્રવણ કરે તો તેને પુણ્ય બંધાય ને તેમાં સાચી સમજણ કરે તો ચોરાશીની રખડપાટથી છૂટે.
-આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ર૬
* જ્યાં સુધી એકને જાણ્યો નહિ * જ્યાં લગી એક જ જાણિયો, પરમ પુનિત શુદ્ધ ભાવ; મૂઢ તણાં વ્રત-તપ સહુ, શિવહેતુ ન કહાય. ૨૯ જે શુદ્ધાતમ અનુભવે, વ્રત-સંયમ સંયુક્ત; જિનવર ભાખે જીવ તે, શીધ્ર લહે શિવસુખ. ૩૦
જ્યાં લગી એક ન જાણિયો, પરમ પુનિત શુદ્ધભાવ; વ્રત-તપ-સંયમ-શીલ સહુ, ફોગટ જાણો સાવ ૩૧ પુણ્ય પામે સ્વર્ગ જીવ, પાપે નરક નિવાસ; બે તજી જાણે આત્મને, તે પામે શિવલાસ; ૩૨ વ્રત-તપ-સંયમ-શીલ છે, તે સઘળાં વ્યવહાર; શિવકારણ જીવ એક છે, ત્રિલોકનો જે સાર. ૩૩
શ્રીમદ્ યોગીન્દુદેવવિરચિત યોગસાર-દોહા જિન પુણ્ય-પાપ નહિં કીના, આતમ અનુભવ ચિત્ત દીના; તિન હી વિધિ આવત રોકે; સંવર લહિ સુખ અવલોકે. ૧૦
કવિવર અધ્યાત્મપ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત છ ઢાળા-પાંચમી ઢાળ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com