________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિવિધઃ ૨૧૧ (૬૪૨), પ્રશ્ન:- દ્રવ્યાનુયોગના પક્ષપાતી નિશ્ચયાભાસી હોઈ શકે ?
ઉત્તર:- હા, નિશ્ચયનું જ્ઞાન કરી લે પણ અનુભવ કરે નહિ અને પોતાને અનુભવી માની લે તો તે નિશ્ચયાભાસી છે.
-આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૩૧-૩રા
(૬૪૩) પ્રશ્ન:- ઘણા લોકો પૂછે છે કે મનુષ્યની ફરજ શું-માનવ ધર્મ શું?
ઉત્તર- અરે ભાઈ ! સૌથી પહેલાં તો “હું' મનુષ્ય છું” એવી માન્યતા તે જ મોટો ભ્રમ છે. મનુષ્યપણું તે તો સંયોગી પર્યાય છે. જીવ-પુગલના સંયોગરૂપ અસમાનજાતીય પર્યાય છે, તે આત્માનું સ્વરૂપ નથી. મનુષ્ય પર્યાય તે હું નથી, હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું-એમ સમજવું તે આત્માની પહેલી ફરજ છે, ને તે પહેલો ધર્મ છે. મનુષ્યભવ પામીને કરવા જેવું હોય તો એ જ છે. આ સિવાય “હું ' મનુષ્ય જ છું' એમ માનીને જે કાંઈ ક્રિયાકલાપ કરવામાં આવે તે બધીય વ્યવહારમૂઢ અજ્ઞાની જીવોનો વ્યવહાર છે.
–આત્મધર્મ અંક ૧૨૩, પોષ ૨૪૮૦, પૃષ્ઠ પર
(૬૪૪) પ્રશ્ન- પૈસા-વૈભવમાં આકર્ષણ શક્તિ બહુ લાગે છે?
ઉત્તરઃ- પૈસા-વૈભવમાં આકર્ષણ કાંઈ જ નથી, એ જીવના મોહની મૂર્ખાઈ છે, પાગલપણું છે, પરમાં મોહ કરીને પોતાનો ભવ બગાડીને ચોરાશીના ભ્રમણમાં ચાલ્યો જાય છે.
-આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૫
(૬૪૫) પ્રશ્ન- અનંતકાળ ગયો પણ ન સમજ્યા, તો હવે શી રીતે સમજાય?
ઉત્તરઃ- અનંતકાળથી આત્માને સમજ્યો નથી એટલે શું અત્યારે ન સમજાય ? શું સમજવાની તાકાત ચાલી ગઈ છે? જેમ પાણી અગ્નિના નિમિત્તે સો વર્ષ સુધી ઊનું થવા છતાં, શું તેનો શીતળ સ્વભાવ ટળી ગયો છે? ચૂલા ઉપર પડેલું ઊનું પાણી ઊલટું થતાં તે જ અગ્નિનો નાશ કરવાની તાકાતવાળું છે. તેમ અનંતકાળથી ઊંધી રુચિના કારણે આત્માને સમજ્યો નથી. પણ હવે જો રુચિમાં ગુલાંટ મારે તો ક્ષણમાં સમજાય તેવું છે.
-આત્મધર્મ અંક ૭૭, ફાગણ ૨૪૭૬, પૃષ્ઠ ૯૪
(૬૪૬) પ્રશ્ન- સ્વછંદ એટલે શું? ઉત્તર:- વિકારી પર્યાય તે મારી નથી એમ માની વિકારનું સેવન કરે, અશુદ્ધતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com