________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪: જ્ઞાનગોષ્ઠી પરોક્ષ દેખી રહ્યા છે. પ્રત્યક્ષ-પરોક્ષનો જ ફેર છે. દિશા બદલવાની છે, બીજું કાંઈ કરવાનું નથી.
જે પર્યાય થવાવાળી છે તેને કરવું શું? અને જે નહિ થવાવાળી છે તેને પણ કરવું શું? એવો નિશ્ચય કરતાં જ કર્તુત્વબુદ્ધિ તૂટીને સ્વભાવ સન્મુખ થઈ જાય છે. સર્વજ્ઞ ત્રિકાળીને જાણનાર-દેખનાર છે એમ હું પણ ત્રિકાળીને જાણવા-દેખવાવાળો જ છું. એવા ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનો નિશ્ચય કરવો એ જ સમ્યગ્દર્શન છે.
-આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૯
(૩૯૮) પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને શુદ્ધ આત્માનો વિચાર ઉપયોગમાં ચાલે તે જ શુદ્ધ ઉપયોગ છે ને?
ઉત્તર:- ના, શુદ્ધ આત્માનો વિચાર ચાલે એ શુદ્ધ ઉપયોગ નથી, એ તો રાગ મિશ્રિત વિચાર છે. શુદ્ધ આત્મામાં એકાગ્ર થઈ નિર્વિકલ્પ ઉપયોગરૂપ પરિણામ થાય તે શુદ્ધ ઉપયોગ છે. જેમાં યજ્ઞાન-જ્ઞાતાના ભેદ છૂટીને એકલો અભેદરૂપ ચૈતન્યગોળો અનુભવમાં આવે છે તે શુદ્ધ ઉપયોગ છે.
-આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ૨૫
(૩૯૯) પ્રશ્ન:- જ્ઞાનીને વિભાવ પરદેશ લાગે છે તો ખેદ થાય છે કે જ્ઞાન થાય છે ?
ઉત્તર:- ખેદ પણ થાય છે અને જ્ઞાન પણ થાય છે.
-આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૩
(૪00) પ્રશ્ન- શુદ્ધિ અને અશુદ્ધિ એક પર્યાયમાં સાથે જ છે?
ઉત્તર- હા, સાધકને શુદ્ધિ અને અશુદ્ધિ એક પર્યાયમાં સાથે હોવા છતાં અશુદ્ધતાનું જ્ઞાન થાય છે તે પોતાનું છે, અશુદ્ધતા પોતાની નથી.
-આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૫
(૪૦૧) પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને ગૃહસ્થાશ્રમમાં રહીને રાજપાટ કરતી વખતે પણ સમભાવ કેમ રહેતો હશે ?
ઉત્તર:- ત્રિકાળી જીવતત્ત્વની દષ્ટિ હોવાથી જ્ઞાનીને પર્યાયદષ્ટિ નથી અર્થાત્
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com