________________ આવું સાંભળી પ્રસન્ન થઈને વેતાલ વિક્રમ પાસે ગયો, ને શય્યા ઉપર બેશી વિક્રમને કહેવા લાગે-૩૧૬. આમ આવ બાપુ! આમ આવ, બુદ્ધિ પૂર્વક કરેલા દાન અને બલિદાનથી પ્રસન્ન થઈ હું તને માલવાનું રાજય આપું છું -317. * તારે દરરોજ આ પ્રમાણે બલિદાન તૈયાર કરવું, ને જે દિવસે એમ નહિ કરે તે દિવસે તને હું મારીશ–૩૧૮. ' વિક્રમાદિત્યે નમસ્કાર કરીને વેતાલને કહ્યું કે હે સ્વામિન્ ! આ રાજય આપનું જ છે, ને હું તે આપને એક દાસ છું -319. વિક્રમે આવું કહ્યું એટલે વેતાલ અંતર્ધાન થઈ ગયે, ને રાજા પણ શય્યામાં નિરાતે ઉંધી ગયે-૩૨૦. ' પ્રભાતમાં તેને હર્ષભર જીવતે જોઇને સર્વ મંત્રીઓ બહુ સંતોષ પામ્યા-૩૨૧. ને અંદર અંદર એમ વાત કરવા લાગ્યા કે મહાસત્તવાળા પુરુષોમાં પણ કઈ ઉત્તમ એ આ પુરુષ છે, કેમ કે, એણે બુદ્ધિના પ્રભાવે કરીને તાલને વશ ક-૩૨૨. પછી નિરંતર વેતાલનું બલિપૂજન ચાલતું થયું, ને એમ કરતાં કેટલેક કલ વીતતાં બન્નેને પ્રીતી થઈ–૩૨૩. એક દિવસે વિક્રમ વેતાલને પૂછયું કે તમારી શક્તિ કેટલી છે, તમને જ્ઞાન કેટલું છે, જે તમારી ગતિ ક્યાં સુધી છે? -324 તેણે ઉત્તર કહ્યું કે હે રાજા! હું જે ધારું તે કરૂં, મારી ગતી ઈંદ્રલકાયંત, અને મારા મનથીજ બધી વાત જાણું-૩૨૫. હે નરપતિ! લંકાપુરીને અહીં લાવું ? કે ઈદ્રિને સ્વર્ગમાંથી ખેંચી લાવું? કે પૃથ્વીને સમુદ્રમાં ડુબાવી દેઊં? કે તારા રિપુગણની લક્ષ્મીમાત્ર હરિને તને આપું?–૩ર૬. - પાતાલથી અમૃતકૃપિ લાવું? કે ચંદ્રને નીચવીને અમૃત કાઢી આપું? સૂર્યને ઉગતો અટકાવું કે તેના સૂરેચૂરા કરી નાખું?–૩૨૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust