________________
શ્રાવકેએ દર્શાવેલી અપૂર્વ આચાર્યભક્તિ. એક રીતિએ આચાર્ય તીર્થકરથી પણ વધારે છે. આચાર્યની વિરાધના તે અરિહંતાદિકની જે વિરાધના છે.
૫-ઉપાધ્યયપદની શ્રેષ્ઠતાને વિચાર. આખા ગચ્છની અને તેના અનુયાયીઓના ધર્મ પ્રવર્તની સંભાળ રાખવાનું કાર્ય ઉપાધ્યાય મહારાજનું છે. ઉપાધ્યાય એ શાસન સૈન્યના નાયક છે. ઉપાધ્યયને અને સૂત્રોને નિકટ સંબંધ. પ્રાચીનકાળમાં ગુરૂપદમાં ઉપાધ્યાયજીનું સ્થાન. પાંચે પ્રકારના સ્વાધ્યાયથી તન્મયતા મેળવવાનું ઉપાધ્યાયનું કાર્ય છે. ચારિત્રને ટકાવી રાખવાનું કામ ઉપાધ્યયનું છે. નવ દિક્ષિત ઈત્યાદિની ચારિત્રરક્ષા અને સઘળા ગચ્છની ધાર્મિક પ્રગતિ એને માટેની અખંડ અને અભંગ જવાબદારી ઉપાધ્યાયજીને શીરે છે.
૬–સાધુત્વ એ સઘળા બીજા ઉત્તમ પદનું મૂળ છે. સાધુ કોને કહેવા ? સાધુત્વના નિંદકે તે શાસનના ઘેર શત્રુઓ છે. સાધુઓના અનેક પ્રકાર છતાં સઘળા સાધુઓની શાસને સ્વીકારેલી સમાનતા. સાધુત્વના સ્વીકાર વિના કેઈમેક્ષે જઈ શકતું નથી. જેઓ એમ કહે છે કે અન્ય લિંગે મોક્ષ શક્ય છે; તેઓ અન્ય લિંગને અર્થ જાણતા નથી. સાધુતા નહિ તે સિદ્ધતા નહિ. સાધુ
એ શાસનમહારાજના સિપાઈઓ છે. સાધુની સેવા એ શ્રાવકશ્રાવિકાઓને સપાએલું કર્તવ્ય છે.
૭–સમ્યગદર્શન એ એક જૈનશાસને જગતને આપેલ સુવર્ણ સંદેશ છે. જે સમ્યગદર્શનને ત્યાગ કરે છે તે આત્મા જીતેલી બાજી હારી જાય છે. કેઈ પણ મહાપદની પ્રાપ્તિ સમ્યગ્ગદર્શન વિના થઈ શકતી નથી. માત્ર સત્ય અસાયને જુદા જુદા કરીને દેખાડનારી અભૂત આંખે એટલે સમ્યગૂન. કોઈ પણ જાતના તેલની જરૂર વિના સતત બળ રહેનારો સમ્યગદીપ એ જૈનહદયનો શણગાર છે. સમ્યગદર્શન વિના અરિહંતપદની પ્રાપ્તિ પણ તદ્દન અશક્ય છે.